બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ભૂલથી પણ આ 3 ફળોના જ્યુસ ન પીવું, નહીંતર વધી શકે ડાયાબિટીસનું જોખમ!

હેલ્થ ટિપ્સ / ભૂલથી પણ આ 3 ફળોના જ્યુસ ન પીવું, નહીંતર વધી શકે ડાયાબિટીસનું જોખમ!

Last Updated: 11:07 PM, 17 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્થી રહેવા માટે ફળો ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ અમુક ફળ એવા હોય છે જેનો રસ બનાવીને પીવા કરતા તેને ખાવા વધુ ફાયદાકારક માનવામાં આવે છે. અમુક ફળોનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

સ્વસ્થ રહેવા માટે અનેક લોકો તેમના દિવસની શરૂઆત જ્યુસથી કરવાનું પસંદ કરે છે. પણ શું તમે જાણો છો કે કયા ફળોનો રસ ન પીવો જોઈએ? એક્સપર્ટ અનુસાર, કેટલાક ફળોનો રસ પીવાને બદલે તેનું સીધું સેવન કરવું જોઈએ, કારણ કે તેનાથી રોગોનું જોખમ વધ છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે તે હાનિકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે કયા ફળોના રસનું સેવન ન કરવું જોઈએ.

  • અનાનસ
    અનાનસ તમારા ભોજનને પચાવવામાં મદદ કરે છે. તેને કાપીને સીધું ખાવું જોઈએ. એક્સપર્ટ અનુસાર, જો તમે તેનો રસ બનાવીને પીવો છો તો તેની અનેક આડઅસરો થઈ શકે છે. તેમજ ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. રસ કાઢવાથી તેના ફાઇબર નીકળી જાય છે અને તેનાથી ગ્લુકોઝનું લેવલ ઝડપથી વધે છે.
  • નારંગી
    અનેક લોકો સવારે નારંગીનો રસ પીવાનું પસંદ કરે છે, પરંતુ તમારે તે જાણવું જરૂરી છે કે, આખું નારંગી ખાવાથી તેનું ફાઇબર પણ શરીરમાં જાય છે, જે સુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આથી તેનો રસ ન પીવો નહીંતર સુગર લેવલ વધી શકે છે અને તમને ડાયાબિટીસનું જોખમ પણ વધી શકે છે.

વધુ વાંચો : આજથી આ 5 ફળો ખાવાનું શરૂ કરી દો, સ્કિન, હાડકાં, સ્નાયુઓ પર જોવા મળશે ચમત્કારિક અસર!

  • સફરજન
    સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન સી અને પોટેશિયમ હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે. સફરજનમાં રહેલા એન્ટીઑકિસડન્ટ અને ફ્લેવોનોઇડ્સ કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે. પરંતુ તે ખાવાથી જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે. તેનો રસ પીવાથી બ્લડ સુગર વધી શકે છે તેથી તેનો રસ પીવાનું ટાળવુ જોઈએ.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fruit Juice Pineapple Apple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ