health department jayanti ravi press conference about corona virus
સાવધાની /
ગુજરાતમાં કોરોના વાયરસ માટે કરવામાં આવી છે કિલ્લેબંધી: જયંતિ રવિ
Team VTV03:49 PM, 28 Jan 20
| Updated: 04:19 PM, 28 Jan 20
કોરોના વાયરસે ચીનમાં હાહાકાર મચાવ્યો છે જેને પગલે ગુજરાતમાં પણ ચીનથી આવતા લોકો માટે અને ચીનમાં ફસાયેલા લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગના મુખ્યસચિવે ખાસ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતુ.
ચીનમાં કોરોના વાયરસ મોટા પ્રમાણમાં ફેલાયો છેઃ જયંતિ રવી
ભારત સરકારના સચિવ સાથે વાત કરી હોવાની રજૂઆત
કોરાના વાયરસ મુદ્દે અગ્ર સચિવ આરોગ્ય વિભાગ જયંતિ રવીએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતની કોરાના વાયરસને પહોંચી વળવાની તૈયારી અંગે માહિતી આપી હતી. ચીનમાં કોરોના વાયરસ મોટા પ્રમાણમાં ફેલાયો છે. આ અંગે અમે ભારત સરકારના સચિવ સાથે વાત કરી છે. નેપાળમાં એક કેસ સામે આવ્યો છે. જેને પગલે નેપાળ સાથે જોડાયેલા રાજ્યના સચિવોની પણ બેઠક મળી હતી.
સામાન્ય તાવ જેવા છે લક્ષણો
ભારે તાવ, શરદી, ઉઘરસ જેવા લક્ષણો છે. કોરોના વાયરસ માટે હાલમાં કોઇ દવા નથી. લોકોએ બિનજરૂરી ગભરાવવાની જરૂર નથી. કોરોના વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો નથી.
શું છે ગુજરાત સરકારની તૈયારી
ગુજરાત સરકાર સંપૂર્ણ પણે તૈયાર છે. રેપિડ રિસ્પોન્સ ટીમ એલર્ટ કરાઇ છે. મોટી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે. ડોક્ટર અને નર્સને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે
CM રૂપાણી પણ છે સતત સંપર્કમાં
CM રૂપાણીએ વિદેશમંત્રી સાથે ચર્ચા કરી છે. ચીનમાં ફસાયેલા લોકો માટે સરકાર ચિંતિત છે. અમે વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છીએ. કોરોના મુદ્દે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે. હેલ્પલાઇન પર કોરોના મુદ્દે માહિતી મેળવી શકાશે. એરપોર્ટ પર પણ બેનર્સ લગાવવામાં આવ્યા છે. એરપોર્ટ પર મેડિકલ ટીમ પર રાખવામાં આવી છે. ચીનથી આવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.