બ્રેકિંગ ન્યુઝ
VTV / Health department assures india is in stage 2 of the coronavirus pandemic
Shalin
Last Updated: 10:51 PM, 30 March 2020
ADVERTISEMENT
તેમણે કહ્યું કે અમે એક જગ્યાએ સરકારી ડોક્યુમેન્ટમાં કોમ્યુનીટી શબ્દનો પ્રયોગ કર્યો હતો જેને લીધે લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે ભારત હજુ કોમ્યુનીટી ટ્રાન્સમિશનમાં ન હોવા છતાં સૌએ ખૂબ સતર્ક રહીને સારસંભાળ રાખવી જરૂરી છે અને આવેલી ગાઇડ લાઇન્સનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.
કોરોનાના અત્યાર સુધી ૧૦૭૧ કેસ
ADVERTISEMENT
નોંધનીય છે કે ભારતમાં અત્યારે કોરોના વાયરસના ૧૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે જેમાં ૨૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૨ નવા કેસ અને ૪ મોત સામે આવ્યા છે. લવ અગ્રવાલે જણાવ્યું કે ભારતને ૧૦૦ કેસમાંથી ૧૦૦૦ કેસ થતા ૧૨ દિવસનો સમય લાગ્યો છે જયારે આટલા સમયમાં આપણા કરતા વિકસિત અને ઓછી વસ્તી વાળા દેશોમાં આ આંકડો ૮૦૦૦ને પાર કરી ગયો હતો. આ ચેપને રોકી રાખવાનો શ્રેય આપણે લોક ડાઉનને, સરકારના યોગ્ય સમયે લીધેલ પગલાઓને, સોશ્યલ ડિસ્ટન્સિંગને અને જનતાના સહયોગને આપી શકીએ.
તેમણે કહ્યું કે અત્યારે મેળવેલ તમામ પરિણામો શૂન્ય થઇ જશે જો લોકો ગાઈડલાઈન્સનું પાલન નહિ કરે. આ માટે સૌએ ગમે તે સંજોગોમાં પણ નિયમો પાળવાના છે.
બીજા દેશોમાં એક જ વ્યક્તિએ ૧૦૦થી વધુ લોકોને સંક્રમિત કર્યા છે એવા કિસ્સા છે. એટલું જ નહિ એક વ્યક્તિની બેદરકારીના પગલે આખા દેશમાં રોગચાળો ફાટી નીકળ્યો હોય એવું પણ થયું છે. આપણે આ સ્થિતિથી બચવાનું છે.
લોક ડાઉન સાચા રસ્તે જઈ રહ્યું છે: ગૃહ વિભાગ
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ગૃહ ખાતું રાજ્ય સરકારોની સાથે મળીને લોક ડાઉન ઉપર નજર રાખી રહ્યું છે. બધા રાજ્યોમાં લોક ડાઉનનું સારી રીતે પાલન થઇ રહ્યું છે, જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો સંતોષજનક છે. જ્યાં પણ સમસ્યા આવે છે તેને દુર કરવામાં આવે છે.
ICMRના ડોક્ટર આર ગંગા કેતકરે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધી ૩૮૪૪૨ લોકોના કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે. રવિવારે જ ૩૫૦૦ કેસની તપાસ થઇ હતી. ૪૭ પ્રાઈવેટ લેબમાં ૩ દિવસમાં ૧૩૩૪ કેસની તપાસ થઇ છે. ૧ લેબ સરેરાશ ૪૫૦ ટેસ્ટ સેમ્પલ્સની તપાસ કરી શકે છે.
શું છે કોમ્યુનીટી ટ્રાન્સમિશન?
કોરોના વાયરસ સંક્રમણના ૪ સ્ટેજ છે, પ્રથમ સ્ટેજમાં ફક્ત પ્રભાવિત દેશોમાંથી આવેલા લોકોમાં જ ચેપ લાગેલો હોય છે. બીજા સ્ટેજમાં પ્રભાવિત દેશોમાંથી આવેલા લોકો સાથે સંપર્કમાં રહેવાથી ચેપ લાગે છે. આ સ્ટેજમાં દર્દીના ઓળખીતા અને ડોકટરોનો સમાવેશ થાય છે. ત્રીજા સ્ટેજને કોમ્યુનીટી ટ્રાન્સમિશન કહે છે. અહીં એક વિસ્તારમાં એટલા વધારે લોકો સંક્રમિત થઇ જાય છે કે જે કોરોનાગ્રસ્ત દેશથી ન આવ્યો હોય કે કોરોનાગ્રસ્ત દેશથી આવેલા વ્યક્તિના સંપર્કમાં ન આવ્યો હોય. આ સ્ટેજમાં વ્યક્તિને ક્યાંથી ચેપ લાગ્યો છે એમ નક્કી કરી શકાતું નથી. છેલ્લા ચોથા સ્ટેજમાં સંક્રમણ બેકાબૂ થઇ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.