બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કૂકિંગ ઓઈલ પણ કેન્સરનું કારણ! અમેરિકા સરકારની સ્ટડીમાં કારણ સાથે કરાયો દાવો
Last Updated: 12:30 PM, 13 December 2024
કૂકિંગ ઓઈલ (Cooking Oil) એટલે કે રસોઈ તેલ એ હોય છે જેનો ઉપયોગ ખાવાનું બનાવવા માટે થાય છે. આ તેલ વિવિધ પ્રકારના હોઈ શકે છે અને રસોઈની પદ્ધતિ અનુસાર પસંદ કરવામાં આવે છે. કૂકિંગ ઓઈલનો મુખ્ય હેતુ ખોરાકને તળવા, શેકવા, ફ્રાય કરવા કે રાંધવા સમયે ભોજનની સોફ્ટનેસ વધારવાનો હોય છે.
ADVERTISEMENT
પરંતુ શું તમે જાણો છો કે કૂકિંગ ઓઈલ (Cooking Oil)થી કેન્સર પણ થઈ શકે છે. અમેરિકન સરકાર દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે કૂકિંગ ઓઈલ (Cooking Oil) કેન્સરનું કારણ બની શકે છે, ખાસ કરીને યુવાનોમાં. આ અભ્યાસ મેડિકલ જર્નલ ગટમાં પ્રકાશિત થયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યમુખી, દ્રાક્ષના બીજ, કેનોલા અને મકાઈ જેવા બીજના તેલનું વધુ પડતું સેવન કેન્સર (Cancer) નું જોખમ વધારી શકે છે.
ADVERTISEMENT
રિસર્ચમાં સામે શું આવ્યું?
કોલોન કેન્સર (Cancer) થી પીડિત 80 દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું, ત્યારે એવું જોવા મળ્યું કે તેમાં બાયોએક્ટિવ લિપિડ્સનું લેવલ હાઈ હતું, જે સીડ ઓઇલ (Seed Oil) ના બ્રેકડાઉન કર્યા પછી બને છે. આ રિસર્ચમાં 30 થી 85 વર્ષની વયના લોકોના 81 ટ્યુમર સેમ્પલ્સનું અવલોકન કરવામાં આવ્યું અને તેમના કેન્સરગ્રસ્ત ટ્યુમરમાં લિપિડનું હાઈ લેવલનું કારણ સીડ ઓઇલ (Seed Oil) ને માનવામાં આવ્યું. 1900 ના દાયકાની શરૂઆતમાં, મીણબત્તી બનાવનારા વિલિયમ પ્રોક્ટરે સાબુમાં એનિમલ ફેટના સસ્તા વિકલ્પ માટે સીડ્સમાંથી તેલ બનાવ્યું હતું. જો કે, જલ્દી જ એ અમેરિકનોના આહારનો મુખ્ય ભાગ બની ગયું હતું.
સીડ્સ ઓઈલ (Seed Oil) અને કેન્સર (Cancer) વચ્ચેનો સંબંધ
અગાઉના સંશોધનમાં સીડ્સ ઓઈલ (Seed Oil) ની સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો સામે આવી હતી. સીડ્સ ઓઈલ (Seed Oil) ને કારણે શરીરમાં સોજો આવી શકે છે. જો કે, સીડ્સ ઓઈલ બ્રેક ડાઉન કરનારા બાયોએક્ટિવ લિપિડ કોલોન કોન્સર (Cancer) ને ઝડપથી વિકસિત કરવામાં મદદ કરી શકે છે અને શરીરને ટ્યુમરથી લડવામાં પણ રોકી શકે છે. સીડ્સ ઓઈલમાં ઓમેગા-6 અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. રિસર્ચ મુજબ, સીડ્સ ઓઈલના વધુ પડતા સેવનથી થતો સોજો કેન્સરના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે. જો કે આ અંગે સંશોધન હજુ ચાલુ છે.
આ પણ વાંચો: ઠંડીમાં હાથ પગ પડી જાય છે સુન્ન? આ 5 ઉપાય અજમાવો, દર્દમાંથી મળશે કાયમી છુટકારો
કૂકિંગ ઓઈલ (Cooking Oil) કેવી રીતે પસંદ કરવું?
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.