હાર્ટ આપણા શરીરનું એક મહત્વનું અંગ છે. જો હાર્ટ સારું રહે છે તો ક્યારેક હાર્ટમાં સમસ્યા પણ સર્જાય છે. પરંતુ હાર્ટની સાથે-સાથે થોડી ગડબડ તમારા આખા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી નાખે છે. એવામાં તમારે વધુ પરેશાન થવાની જરૂર નથી. કારણકે અમે તમને અહીં એવા સંકેતો અંગે જણાવીશુ જે શરીર આપે છે, જ્યારે આપણા હાર્ટમાં સારું ના હોય.
હાર્ટમાં સમસ્યા સર્જાય તો શરીરમાં થશે આ ફેરફાર
હાર્ટમાં સમસ્યા થવાથી તમારા આખા સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર
જો શરીરમાં આ લક્ષણો દેખાય તો ઈગ્નોર ના કરતા
હાર્ટમાં સમસ્યા થવાથી શરીરમાં દેખાય છે આ લક્ષણો
હાર્ટમાં બેચેની
હાર્ટમાં દુ:ખાવો, બેચેની, હાર્ટની બિમારીનુ સૌથી સામાન્ય લક્ષણ હોય છે. આ દરમ્યાન છાતીમાં દુ:ખાવો, ચુસ્તતા અને દબાણ મહેસૂસ થાય છે. આ દરમ્યાન તમને હાર્ટ એટેક પણ આવી શકે છે. તેથી આવા લક્ષણો દેખાવાથી તાત્કાલિક તમારા તબીબને બતાવો.
થાક અને પેટમાં દુ:ખાવો
હાર્ટ બિમાર હોવાથી તમને થાક મહેસૂસ થાય છે. આ દરમ્યાન માણસને અપચો અને પેટમાં દુ:ખાવાની ફરિયાદ પણ થઇ શકે છે. એટલું જ નહીં, અત્યારે ઉલ્ટીની સમસ્યા પણ થઇ શકે છે. આમ તો તેનો હાર્ટ સાથે કોઈ સંબંધ હોતો નથી. પરંતુ અહીં જણાવવાનું કે હાર્ટ એટેક દરમ્યાન આ લક્ષણ જોવા મળી શકે છે. તેથી આ લક્ષણોને સામાન્ય સમજીને ઈગ્નોર ના કરશો.
પરસેવો આવવો
કોઈ પણ કામ કર્યા વગર, વર્કઆઉટ કર્યા બાદ વધુ પરસેવો થવો હાર્ટની બિમારીનો સંકેત હોઇ શકે છે. તેથી આ સમસ્યાને ઈગ્નોર ના કરો.