બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / દિવાળીના તહેવાર પર બગડી શકે છે હેલ્થ, સ્વસ્થ રહેવા અપનાવો આયુર્વેદિકની આ પાંચ રીત

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / દિવાળીના તહેવાર પર બગડી શકે છે હેલ્થ, સ્વસ્થ રહેવા અપનાવો આયુર્વેદિકની આ પાંચ રીત

Last Updated: 05:22 PM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિવાળીની ઉજવણી માટે દરેક લોકો આતુરતાપૂર્વક રાહ જુએ છે. શરૂઆતની ઠંડી અને ફટાકડાના ધુમાડાને કારણે શ્વાસની તકલીફ થઈ શકે છે. દિવાળી દરમિયાન પ્રદૂષણ અને મોસમી ફ્લૂથી બચવા માટે તમે કેટલીક આયુર્વેદિક પદ્ધતિઓનું પાલન કરીને આ તહેવારનો ભરપૂર આનંદ માણી શકો છો.

1/7

photoStories-logo

1. સ્વાસ્થ્ય પર ખરાબ અસર

દિવાળીના તહેવાર દરમિયાન પ્રદૂષણનું સ્તર એટલું વધી જાય છે કે શહેરની હવા ઝેરી બનવા લાગે છે, જેની આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. બદલાતા હવામાન અને પ્રદૂષણને કારણે શ્વસન સંબંધી સમસ્યાઓ ઝડપથી આપણને પ્રભાવિત કરે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ઉધરસથી સરળતાથી અસર

તબીબોના જણાવ્યા અનુસાર લોકોને ફ્લૂ જેવી શરદી અને ઉધરસથી સરળતાથી અસર થાય છે. આ સમસ્યાઓથી બચવા માટે તમે કેટલીક આયુર્વેદિક વસ્તુઓ અપનાવી શકો છો, જે ફક્ત સિઝનલ ફ્લૂથી છુટકારો મેળવવામાં જ મદદ કરશે નહીં પરંતુ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. હર્બલ ટીનું સેવન

તમે તુલસી, આદુ, અશ્વગંધા અને તજ જેવી હર્બલ ટીનું સેવન કરીને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકો છો. હર્બલ ટી પીવાથી પાચનક્રિયામાં સુધાર થાય છે. અને આયુર્વેદિક ચાય પીવાથી શરીર શુદ્ધ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સારી ઊંઘ લેવી જરૂરી

દિવાળીના તહેવારની તૈયારી કરતી વખતે આપણે ઊંઘની અવગણના કરીએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. માત્ર સામાન્ય દિવસોમાં જ નહીં પરંતુ તહેવારોની સિઝનમાં પણ 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આ દિવસોમાં, તમારું શરીર વધુ પડતા કામ અને સક્રિય રહેવાને કારણે થાકી જાય છે, જેને આરામની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. પ્રાણાયામ કરો

તહેવારોની સિઝનમાં માનસિક સ્વાસ્થ્યને વધુ સારું રાખવા માટે તમે ધ્યાન અને પ્રાણાયામની મદદ લઈ શકો છો. આ તમને માનસિક શાંતિ પ્રદાન કરવામાં મદદ કરશે અને મનને શાંત કરવાની સાથે તે શરીરનું સંતુલન જાળવવામાં પણ મદદરૂપ છે. શ્વસન માર્ગને સાફ કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા, કપાલભાતિ જેવા સ્વાસ્થ્ય સંબંધિત પ્રાણાયામ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. હળદર દૂધ પીઓ

દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. જો તમે હળદર અને દૂધમાં મધ કે ગોળ ભેળવીને પીવો છો તો ખાંસી, શરદી અને એલર્જીની સમસ્યામાં રાહત મળે છે. એટલું જ નહીં, પ્રદૂષણની અસરથી બચવા માટે તમે હળદરના પાણીથી ગાર્ગલ પણ કરી શકો છો. આ માટે હૂંફાળા પાણીમાં થોડી માત્રામાં મીઠું અને હળદર ભેળવીને રાત્રે સૂતા પહેલા ગાર્ગલ કરો. આ બધી વસ્તુઓ એન્ટી વાઈરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે, જે ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. હોમમેઇડ ખોરાક

તહેવારોમાં બહારનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. સ્વાસ્થ્ય જાળવવા માટે તાજો અને ગરમ ઘરે બનાવેલો ખોરાક ખાઓ. તમારા આહારમાં લીલા શાકભાજી તેમજ મોસમી ફળોનો સમાવેશ કરો, જે સરળતાથી પચી જાય છે. Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

health Tips lifestyle health Diwali Festival

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ