યુવાન સ્ત્રી-પુરુષે ચોક્કસથી ખાવી જોઇએ આંબા હળદર, થશે ગજબ ફાયદા

By : juhiparikh 03:48 PM, 07 December 2018 | Updated : 03:50 PM, 07 December 2018
શિયાળો શરૂ થતા જ લીલા ભાજીઓ જેવી કે પાલક, મેથીની સાથે માર્કેટમાં આંબા હળદર મળે છે. હેલ્થના નામે તમે જુદા-જુદા સલાડ ખાતા હશો પરંતુ જો લીબું અને મીઠું નાંખીને આથેલી આંબા હળદર ખાવાથી શરીરને ઘણો ફાયદો થાય છે, આંબા હળદરના ફાયદા વિશે જાણીને તમે આજથી હળદર નિયમિત ખાતા થઇ જશો. .

ભારતમાં હજારો વર્ષોથી મસાલા અને ઔષધિ તરીકે હળદરનો ઉપયોગ થતો આવ્યો છે. આદુ જેવી જ દેખાતી આંબા હળદર અંદરથી સફેદ તથા કેસરી રંગની હોય છે. કેરી જેવા રંગને કારણે તેને આંબા હળદર કહેવામાં આવે છે. આંબા હળદરમાં સોજો ઘટાડવાની અને બેક્ટેરિયા સામે લડવાની ગજબ તાકાત હોય છે. આથી શરીરમાં પાચનતંત્રને લગતા કોઇપણ રોગને દૂર કરવાની તે ક્ષમતા ધરાવે છે અને સાથે જ લોહીને શુદ્ઘ પણ કરે છે. જાણો આંબા હળદરથી શરીરને થતા ફાયદાઓ વિશે...

- જે લોકોને અચપા કે ગેસ થઇ જવાની તકલીફ હોય તે જો નિયમિત રીતે આંબા હળદર ખાય તો તેમને પાચનને લગતી તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે. તે ગેસ, નિયમિત પેટ સાફ ન થતુ હોય, અપચો હોય તેવી અનેક પેટને લગતી સમસ્યા માટે રામબાણ ઇલાજ છે. 

- આંબા હળદરમાં સોજો ઘટાડવાનો વિશેષ ગુણ રહેલો હોય છે. આથી આર્થ્રાઇટિસથી પીડાતા દર્દીઓ માટે તે વિશેષ લાભકારક છે. ઘા પર રૂઝ લાવવા માટે અને ત્વચાને લગતી અન્ય સમસ્યાઓમાં પણ આંબા હળદર ફાયદાકારક છે. તેમાં કુરક્યુમેનોલ નામનું તત્વ રહેલુ હોય છે જે દુઃખાવો ઘટાડે છે. 

- શરીરમાં કેટલાંક એવા કોષો હોય છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે. આંબા હળદરમાં રહેલા તત્વો શરીરના આવા નુકસાનકારક કોષોનો નાષ કરે છે. તેમાં રહેલુ કુરક્યુમિન નામનું તત્વ એલર્જી સામે લડવાની શરીરને ક્ષમતા આપે છે. તેને કારણે શરીરમાં એવા કેમિકલ્સ બને છે જે એલર્જિક રિએક્શન્સ સામે શરીરને રક્ષા કરે છે.

- શ્વસન તંત્રના રોગોના મૂળમાં કફ છે. ગળા અને ફેફસના વિસ્તારમાં કફ જામી જવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. વળી આ ચીકણો પદાર્શ નાકના છિદ્રો બ્લોક કરી દે છે. જેને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. અસ્થમા, શરદી અને કફ જેવા રોગોનું આ જ મૂળ કારણ છે. આંબા હળદર કફ નાશક હોવાથી આ તમામ સમસ્યામાં તે અક્સીર ઇલાજ છે. મસલામાં વધારે હળદર ખાનારા અથવા તો આંબા હળદર ખાનારા લોકોને ભાગ્યે જ શરદી કફની સમસ્યા થાય છે. 

- આંબા હળદરમાં લોહી શુદ્ઘ કરવાની ક્ષમતા છે. વળી ઘા વાગ્યો હોય અથવા તો લોહી વહેતુ હોય ત્યાં રૂઝ લાવવા માટે આંબા હળદર મદદરૂપ થાય છે, આંબા હળદરને નિયમિત ખાવાથી લોહી ચોખ્ખુ થાય છે, સાથે જ ત્વચા પર અનોખી ચમક આવે છે. 

- સ્ત્રી અને પુરુષ બંને માટે આંબા હળદર સારી ગણાય છે. તે ગર્ભાશયના મસલ્સને મજબૂત બનાવે છે. જેથી પ્રેગનેન્સીમાં સ્ત્રી કે બાળકને કોઇ તકલીફ પડતી નથી. આ ઉપરાંત તે શિશ્નોત્થાનની સમસ્યાનો પણ અસરકારક ઈલાજ છે. તેમાં રહેલા તત્વો કામોત્તેજના પણ વધારે છે, આથી યુવાન સ્ત્રી પુરુષોએ નિયમિત તેનું સેવન કરવું જોઇએ. 

- આંબા હળદર શરીરમાંથી વિષ તત્વો ખેંચી કાઢે છે અને શરીરને ડિટોક્સિફાઇડ કરે છે. તે શરીરમાં સારા કોષોની વૃદ્ધિમાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. શરીરના તાપમાન નિયત્રિંત કરીને તાવને, શરદી જેવી સમસ્યામાંથી છૂટકારો અપાવે છે. તમને લાંબા ગાળાથી અપચો, શરદી, ગેસ જેવી કોઈ સમસ્યા હશે તો નિયમિત આંબા હળદર ખાવાથી કાયમી રીતે છૂટકારો મળશે. Recent Story

Popular Story