રોગી અને નિરોગી સૌ કોઇ માટે આ મોસંબી શ્રેષ્ઠ છે. તેનો રસ અમૃત સમાન ગુણકારી હોવાથી કેટલીક માંદગીમાં રોગીઓને આપવામાં આવે છે. આ ફ્રૂટની ખાસિયત એ છે કે સિટ્રસ ફેમિલીનું હોવા છતાં એ એસિડિક નથી અને માટે જ એને સ્વીટ લાઇમ કહેવામાં આવ્યું છે. આ ફ્રૂટ ફાઇબરયુક્ત હોવાથી પેટ સ્કિન અને વાળ માટે પણ ખૂબ ઉપયોગી છે.
મોસંબીનો રસ પીવાથી મળતાં ફાયદા
લીંબુ કરતાં મોસંબી વધુ ગુણકારી છે. શરીરની સાતેય ધાતુઓને વધારી લોહીના દોષ દુર કરે છે. આ પૌષ્ટિક હૃદય માટે ઉત્તેજક આહારનું યોગ્ય પાચન કરનાર તરસ શાંત કરનાર અને ઠંડક આપનારી છે. તાવમાં મોસંબીનો રસ સર્વોત્તમ છે. એનાથી પાચનશક્તિ સુધરે છે અને ચામડીનો રંગ પણ સુધરે છે. નિયમિતપણે મોસંબી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- મોસંબીમાં કાર્બોહાઇડ્રેટ ફોલેટ પ્રોટીન ફોસ્ફરસ કેલ્શિયમ વિટામિન એ બી અને સી પર્યાપ્ત માત્રામાં રહેલાં છે.
- મોસંબીના જ્યૂસમાં સારી માત્રામાં કોપર હોય છે. જેથી રોજ તેને પીવાથી વાળ લાંબા અને કાળા થાય છે.
- મોસંબીના જ્યૂસ ફાયબર હોય છે. જેથી મોસંબીનો જ્યૂસ પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન ઘડાડવામાં મદદ મળે છે.
- રોજ મોસંબીનો જ્યૂસ પીવાથી બોડીના ટોક્સિન્સ નીકળી જાય છે. જેનાથી સ્કિનમાં નિખાર આવે છે અને સુંદરતા વધે છે.
- મોસંબીનો જ્યૂસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે. જેનાથી હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે.
- મોસંબીના જ્યૂસમાં વિટામિન સી હોય છે. જે બોડીની ઈમ્યૂનિટી વધારીને બીમારીઓથી બચાવે છે.
- મોસંબીના જ્યૂસમાં લિમોનોઈડ્સ હોય છે. જે કેન્સર સામે રક્ષણ કરે છે.
- મોસંબીના જ્યૂસમાં પોટેશિયમ હોય છે. જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
- મોસંબીના જ્યૂસમાં એન્ટીબેકટેરિયલ ગુણ હોય છે. જે ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે.
- મોસંબીના જ્યૂસમાં રહેલું ફ્લેવોનોઈડ્સ અલ્સરની પ્રોબ્લેમને દૂર કરવામાં મદદ કરે છે.
- મોસંબીના જ્યૂસમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે. જેથી તેને પીવાથી બાળકોનો વિકાસ યોગ્ય રીતે થાય છે.