લાલ કે લીલું મરચું ખાવાથી શું થશે ફાયદો

By : juhiparikh 05:27 PM, 09 August 2018 | Updated : 05:27 PM, 09 August 2018
જો તમે બીજ સહિત લીલું મરચું ખાઓ તો આ ખૂબ ફાયદો કરાવશે, કારણ કે તેના બીજમાં નારંગીની સરખામણીમાં 8 ગણું વધારે વિટામિન C હોય છે. આ સલાઇવા માટે ખૂબ સારું છે. મરચાંમાં એક એન્ઝાઇમ એમિલેસ હોય છે. એમિલેસ જ એ એન્ઝાઇમ છે, જે આપણાં કાર્બ્સને બ્રેક કરવાનું કામ કરે છે. આ સલાઇવાથી જ મળે છે, જે લીલું મરચું જ આપી શકે છે. પહેલા લોકો જેટલી વખત ભોજન કરતા હતા, કાચું લીલું મરચું ખાતા હતા. તેનાથી તે અનેક બિમારીઓથી બચી રહેતા, જેમ કે કેન્સર, હાર્ટ પ્રોબ્લેમ, વગેરે. લાલ મરચાંની સરખામણીમાં લીલું મરચું વધુ ફાયદાકારક છે. ખૂબ ચટપટું ખાઇ રહ્યા હોવ તો તેની સાથે જો કાચું લીલું મરચું ખાશો તો સ્વસ્થ રહેશો. પરંતુ જેમ લીલું મરચું સુકાઇ ગયા પછી લાલ થઈ જાય છે, તે પોષણ ગુમાવવા લાગે છે.

લીલાં મરચાંના ફાયદા:

- આ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શુગર લેવલ બેલેન્સ રાખશે.

- ઝીરો કેલેરી ડાયટમાં આ લાભ અપાવશે. તેમાં સાવ નામમાત્રની કેલેરી હોય છે.

- એનિમિયાની સ્થિતિમાં આ આયર્ન આપે છે.

- તેના ભોજનથી બનતું એન્ડોર્ફિન હોર્મોન ડિપ્રેશન ખતમ કરશે.

- મરચાં બોડીને ફ્રી રેડિકલ્સથી બચાવે છે, જે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેનાથી કેન્સરનો ખતરો ઓછો થઈ જાય છે.

- ધુમાડામાં કામ કરતા લોકો અથવા ધૂમ્રપાનની આદતમાં આ ફેફસાના કેન્સરનો ખતરો ઘટાડે છે.

- સ્કિન ઇન્ફેક્શનમાં આ એન્ટીબેક્ટેરિયલ તત્વ શરીરને મળે છે ખાસ કરીને વિટામિન E.

- સતત ઉધરસ અને શરદી રહેવા પર આ રોગ પ્રતિકારકનું કામ કરે છે. તેમાં વિટામિન C હોવાથી કફ કાઢી દે છે.

લીલા મરચાંમાં રહેલા તત્વ

લીલા મરચાં વિટામિન Kનો ખૂબ સારા સ્ત્રોત છે. એટલે તેને ખાવાથી ઓસ્ટિયોપોરોસિસની શક્યતા ઓછી થાય છે. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ અનેક પ્રકારના ઇન્ફેક્શનથી આપણને દૂર રાખે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે.

લાલ મરચાંના ફાયદા:

- તેમાં આયર્નની માત્રા વધુ હોય છે, જે બ્લડ માટે સારા માનવામાં આવે છે. સાથે જ તેમાં વિટામિન C હોવાથી શરીરને અન્ય વસ્તુઓમાંથી આયર્ન ઓબ્સોર્બ કરવામાં મદદ કરે છે.

- કેલેરી બર્ન કરવામાં કારગર છે. તેમાં રહેલું કેપ્સાસિન નામનું તત્વ કેલેરી બર્ન કરતા અટકાવે છે સાથે જ વારંવાર ભૂખ લાગવાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.

- ગળામાં ઇન્ફેક્શન થવાની સ્થિતિમાં તે ત્યાંથી કફ સાફ કરી શ્વાસ લેવામાં આવતી તકલીફ દૂર કરે છે. પોપટનો અવાજ સાંભળ્યો હશે, મરચાંના સેવનથી તેની વાણીમાં સ્પષ્ટતા આવે છે.

- નિયમિત સેવન કરવાથી તે આર્ટરીઝમાંથી બ્લોકેઝ ખતમ કરવાનું કામ કરે છે.

લાલ મરચાંમાં રહેલા તત્વ:

એમિનો એસિડ, એસકાર્બિક એસિડ, ફોલિક એસિડ, સાઇટ્રિક એસિડ, મૈલિક એસિડ, મૈલોનિક એસિડ વગેરે.

બેસ્ટ છે લીલું મરચું કારણ કે...

- તેમાં પાણીની માત્રા હોય છે અને કેલેરી નથી હોતી, તેથી તેને કાચું પણ ખાઇ શકાય છે. કાચું ખાવું જ ફાયદાકારક હોય છે.

- લીલા મરચાંમાં બીટા કેરોટિન, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ડોર્ફિન્સ હોય છે. જે અનેક બીમારીઓથી બચાવે છે.

- લીલા મરચાંના સેવનથી ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે, સ્કિનમાં ચમક રહે છે. જે લોકો લીલા મરચાંનું સેવન વધુ કરે છે તે એવા લોકોની સરખામણીમાં વધુ યંગ દેખાય છે જે લીલા મરચાંનું સેવન નથી કરતા.

- લાલ મરચાંથી પેપ્ટિક અલ્સર થવાની શક્યતા વધુ રહે છે.Recent Story

Popular Story