રસગુલ્લા ખાવાથી શરીરને થશે આ અદ્ભૂત ફાયદા

By : juhiparikh 04:48 PM, 07 November 2018 | Updated : 04:48 PM, 07 November 2018
સામાન્ય રીતે આપણે એવો ખ્યાલ છે કે મીઠાઇને સ્વાસ્થ્યને નુકસાન કરે છે પરંતુ આજે અમે તમને જ જણાવવા જઇ રહ્યા છીએ કે તેનાથી તમે પણ ચોંકી જશો. રસગુલ્લા એક એવી મીઠાઇ છે કે ન તો માત્ર સામન્ય લોકો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારક છે. પનીરમાંથી બનતા રસગુલ્લા પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સનો ભંડાર છે. બાળકો અને વડીલો માટે રસગુલ્લા ખૂબ જ સારો પોષણસ્ત્રોત છે જાણો રસગુલ્લા ખાવાથી તમને થશે આવા લાભ....

- ફ્રેશ પનીરમાં થોડો રવો ઉમેરીને લોટ બાંધવામાં આવે છે. તેના નાના ગોળા વાળીને તેને ખાંડની ચાસણીમાં ઉકાળવામાં આવે છે. 

- 100 ગ્રામ રસગુલ્લામાં  186 કેલેરી રહેલી હોય છે. તેમાંથી 153 કેલેરી કાર્બોહાઇડ્રેટ્સમાંથી મળે છે. જ્યારે 17 કેલેરી જેટલી ફેટ અને 16 કેલેરી પ્રોટીન હોય છે. 

- રસગુલ્લા છેના તરીકે જાણીતા પનીરમાંથી બને છે. પનીર પ્રોટીનનો ઘણોસારો સ્ત્રોત છે. રસગુલ્લામાં એવો એમિનો એસિડ રહેલા હોય છે જો તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે આવશ્યક છે. 

-રસગુલ્લા દૂધમાંથી બને છે જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. દૂધમાં રહેલું કેલ્શિયમ અને વિટામિન D હાડકા અને દાંત માટે ખૂબ જ ફાયદાકારક છે. 

- રસગુલ્લામાં વપરાતા પનીરમાં ડાયેટરી ફાઈબર્સ રહેલા હોય છે જે તમારા પાચનતંત્ર મજબૂત બનાવવા માટે પાચન સુધારે છે. તેમાં રહેલા પ્રોટીનને કારણે વારંવાર ભૂખ નથી લગાતી જેના કારણે વજન ઘટે છે. 

- છેના પનીરમાં સારી માત્રામાં ફોસ્ફરસ હોય છે જે પાચન સુધારે છે, તેમાં રહેલા મેગ્નેશિયમ કારણે મળ-આતંરડાની દિવાલોમાંથી સરળતાથી પસાર થઇ જાય છે. 

- રસગુલ્લામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ રહેલુ હોય છે જેને કારણે લોહીમાં શુગરનું પ્રમાણ જળવાઇ રહે છે. 

- છેના પનીરમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશર કાબુમાં રાખે છે. પોટેશિયમમને કારણે લોહીમાં વધુ પડતુ નમક ભળતું નથી. બ્લડ પ્રેશર ઓછુ થવાને કારણે તે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બિમારીઓથી છૂટકારો અપાવે છે.

- રસગુલ્લા એક એવી મીઠાઈ છે જેમાં ઘણી બધી ખાંડ હોય છે. તમને જો  શુગરની ચિંતા થતી હોય તો તમે તેને દબાવીને ચાસણી કાઢ્યા પછી ખાઇ શકો છો. રસગુલ્લા તળવાને બદલે ખાંડની ચાસણીમાં ઉકાળીને તૈયાર કરાય છે જેને કારણે તે સ્વાસ્થ્ય માટે સારા છે. Recent Story

Popular Story