ફાયદાકારક / બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલની બેસ્ટ દવા છે આ 1 વસ્તુ, તમારા પાચનની સમસ્યાને પણ દૂર કરી દેશે

Health Benefits of Kiwi Fruit

કિવી લગભગ દરેક ઋતુમાં મળતું ફળ છે, પરંતુ તે ઓછાં પ્રમાણમાં મળે છે. આ ફળ દેખાવમાં ભલે ઓછું આકર્ષક લાગે, પરંતુ તે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. 100 ગ્રામ કિવીમાં 61 કેલરી, 14.66 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 1 ગ્રામ પ્રોટીન, 3 ગ્રામ ફાઇબર, રપ માઇક્રો ગ્રામ ફોલિક એસિડ સહિત અન્ય તત્વ રહેલાં છે. કોલેસ્ટ્રોલને બેલેન્સમાં રાખવું હોય તો સવાર સાંજ કિવીને આઠ અઠવાડિયાં સુધી ખાવું જોઇએ, તેનાથી કોલેસ્ટ્રોલ ચોક્ક્સથી કંટ્રોલમાં આવી જશે. જો ત્રણ કિવી આઠ અઠવાડિયાં સુધી ખાવામાં આવે છે તો બ્લડપ્રેશર નિયંત્રણમાં આવી જશે. કિવી શરીરમાં આયર્નનું બેલેન્સ પણ સુધારે છે. કિવીમાં રહેલાં તત્વો પાચનને સુધારે છે.

બ્રેકિંગ ન્યૂઝ