ખસખસ બદામનું દૂધ પીવાથી થાય છે આ ગજબ ફાયદા, જે તમે વિચારી પણ ના શકો

By : krupamehta 11:24 AM, 05 December 2018 | Updated : 12:03 PM, 05 December 2018
ઠંડીની સિઝનમાં શારીરિકની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એના માટે પલાળેલી બદામ તો ખાઇએ જ છીએ, પરંતુ શું ખસખસ બદામનું દૂધ પણ પીવો છો? જો ના પીવો તો હવે પીવાનું શરૂ કરી દો, કારણ કે એનાથી તમને એવા ફાયદા થશે જે તમે ક્યારેય વિચારી પણ શકો નહીં.

આ દૂધની સૌથી ખાસ વાત એ છે કે તમારા શરીરની સાથે સાથે મગજ માટે પણ ફાયદાકારક છે. તમને સ્ટ્રેસ અને ડિપ્રેશનથી બચાવે જ છે સાથે સાથે તમારા દિમાગની ક્ષમતામાં પણ વધારો કરે છે. 

એમાં ઓમેગા 6 ફેટી એસિડ મળી આવે છે. જેનાથી માત્ર શરીર મજબૂત હોય છે સાથે સાથે વજન પણ કંટ્રોલમાં રહે છે. 

એમાં કેલ્શિયમ ઉપરાંત ભરપૂર મા4ત્રામાં ઓમેગા 3, પ્રોટીન, ફાઇબર, મેગેનીઝ , થાયમિન વગેરે પોષક તત્વ એક સાથે તમને પ્રાપ્ત થાય છે. 

ઠંડીમાં થતી કબજિયાતની સમસ્યા માટે ખસખસ બદામનું દૂધ સૌથી સારો ઉપાય છે. એનાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે.

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ એક સારો અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. એમાં મોજૂદ પોટેશિયમ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story