ગાય-ભેંસનુ દૂધ વધારે પીવામાં આવે છે, પરંતુ ફક્ત ગાય-ભેંસનું જ નહીં પરંતુ બકરીનું દૂધમાં પણ અનેક ઘણા ન્યુટ્રિશન હોય છે. જેને પીવાથી અનેક બીમારીઓમાં રાહત મળે છે.
આજે વર્લ્ડ મિલ્ક ડે છે
બકરીના દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા વઘારે હોય છે
બકરીનું દૂધ પીવાથી કોઇ પણ ગેસ, એસિડિટી અથવા કબજીયાતની ફરીયાદ રહેતી નથી
Health benefits of goat milk: આજે 1લી જૂનના રોજ દુનિયાભરમાં વર્લ્ડ મિલ્ક ડે ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો હેતુ એ જ છે કે લોકો દૂધના પોષણ તત્વોને જાણે અને તેનો ઉપયોગ કરે. દુનિયાના લગભગ કોઇને કોઇ પાલતુ પ્રાણીના દૂધનો ઉપયોગ કરે છે. રણપ્રદેશમાં ઊંટના દૂધનો તો પહાડોમાં યાકના દૂધનુ પીને લોકો કામ ચલાવે છે. પરંતુ સૌથી સામાન્ય દૂધ ગાય અને ભેંસનું હોય છે. જેમાં ભરપુર માત્રામાં જરુરી પોષક તત્વ હોય છે. પરંતુ ગાય-ભેંસની જેમ જ બકરીના દૂધમાં પણ અનેક જરુરી ન્યુટ્રિશન હોય છે. જેના કારણે અમુક બીમારીઓમાં પીવાની સલાહ પણ આપવામાં આવે છે.
પ્રોટીનથી ભરપુર
અમેરિકાની ગવર્મેન્ટ ફૂડ ડેટા સેન્ટ્રલ મુજબ, બકરીના દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા વઘારે હોય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં બકરીનુ દૂધ સ્પેશિયલ વસ્તુ છે. દુનિયાભરના લગભગ 65 ટકા વસ્તી બકરીનું દૂધ પીવે છે. બકરીનું દૂધ પીવાથી ઘણી બીમારીઓમાં ફાયદો થાય છે. તો આ દૂધ ઘણા હેલ્થ પ્રોબ્લેમને પણ દૂર કરે છે.
ડાઇજેશનમાં સરળ
બકરીનું દૂધ પીવાનું સૌથી મોટુ કારણ ઇઝી ડાઇજેશન છે. ગાયના દૂધની સરખામણીમાં બકરીના દૂધમાં લેક્ટોઝ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. જેના કારણે પાચનમાં સરળ હોય છે. ત્યાં બાકી ન્યુટ્રિશન પણ ભરપુર માત્રામાં હોય છે. તેથી ઉંમર વધવાની સાથે અમેરિકામાં ઘણા બધા લોકો બકરીનું દૂધ પીવાનું પસંદ કરે છે.
ગટ હેલ્થ માટે ફાયદાકારક
બકરીના દૂધમાં એન્ટી ઇફ્લેમેટરી ગુણ રહેલા છે. જેના કારણે આ આંતરડામાં થનારા સોજાને કંટ્રોલ કરે છે. જે લોકોને ડાઇજેશનની સમસ્યા હોય છે, તેમણે બકરીનું દૂધ પીવાથી કોઇ પણ ગેસ, એસિડિટી અથવા કબજીયાતની ફરીયાદ રહેતી નથી.
વિટામીન એ અને ડી ભરપુર માત્રામાં
બકરીના દૂધમાં વિટામીન ડી ભરપુર હોય છે, જે બોન હેલ્થ માટે જરુરી છે. તે સાથે મેન્ટલ હેલ્થ અને ઇમ્યુન સિસ્ટમને સારુ કરવા માટે વિટામીન ડી જરુરી હોય છે. ત્યાં વિટામીન એ ની માત્રા પણ ભરપુર હોય છે.
આ બીમારીઓમાં પીવુ જોઇએ બકરીનું દૂધ
હાડકાં અને પગના દુખાવો
વારંવાર ઇન્ફેક્શન લાગવુ
હાથ-પગમાં સુન્ન થવુ
ડેગ્યુનો તાવ
નબળાઇ અને દુબળાપણુ
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.