ઉપચાર /
આદુના આ 10 નુસખાઓ નોંધી લો, શરીરની 10 તકલીફો દૂર કરવામાં ખૂબ જ કામ લાગશે
Team VTV03:38 PM, 18 May 20
| Updated: 03:40 PM, 18 May 20
હાલ કોરોનાના સમયમાં લોકો વધુને વધુ ઘરેલૂ નુસખાઓનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. જેથી કરીને તેઓ પોતાની ઈમ્યૂનિટી વધારી શકે છે. જેમાંખી એક બેસ્ટ વસ્તુ છે આદું. આયુર્વેદમાં આદુને અતિકારગર ઔષધી માનવામાં આવે છે. જો તમે રોજ આદુનો પ્રયોગ કરો તો તમે ઘણી બધી બીમારીઓ અને પ્રોબ્લેમ્સથી બચી શકો છો. તેમાં રહેલું જિંજેરોલ હેલ્થ માટે ખૂબ જ અક્સીર માનવામાં આવે છે. આ સિવાય આદુના રસનો ઉપયોગ તેનાથી પણ વધારે ફાયદાકારક છે. તો ચાલો જાણી લો ઉપાય.
વાળ માટે
2 ચમચી આદુના રસમાં 2 ચમચી પાણી અને 1 ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને સ્કેલ્પમાં લગાવવાથી વાળ હેલ્ધી બને છે. ડેન્ડ્રફ દૂર થાય છે. વાળ ખરતાં અટકે છે.