એક ચમચી ગાયનું ઘી ખાવાથી થાય છે ગજબ ફાયદા, જાણીને આજે જ ખાવા લાગશો

By : juhiparikh 11:37 AM, 10 August 2018 | Updated : 11:37 AM, 10 August 2018
સ્વાસ્થ્ય પ્રતિ જાગરૂકત લોકોનું માનવું છે કે, ફેટ ફ્રી ખાવાનું અને એક્સર્સાઇઝ, વજન ઓછું કરવા માટે સૌથી સારો ઑપ્શન હોઇ શકે છે. જોકે સ્વાસ્થ્ય માટે તમામ પ્રકારનું ફેટ ખરાબ ના હોઇ શકે. શરીરમાં કેટલીક ફેટ એવી હોય છે જે તમારા ઑવરઑલ વિકાસ માટે સારું સાબિત થઇ શકે છે. ગાયનું ઘી એક એવું જ હેલ્ધી ફેટ છે, જેનાથી શરીરને અઢળક ફાયદાઓ થાય છે..

પાચનશક્તિમાં સુધારો:
આયુર્વેદ અનુસાર, ગાયના ઘીનું નાના આતંરડાની અવશોષણ ક્ષમતાને સુધારો કરવાની સાથે સાથે ગૈસ્ટ્રોઇંટેસ્ટાઇનલ ટ્રેક્ટના એસિડિક pHને ઓછું કરે છે. આ ઓમેગા-3 ફેટી એસિડનો એક સમુદ્ઘ સ્ત્રોત છે, જે કોલેસ્ટ્રેલને ઓછું કરે છે.

સમય પહેલા આવતી ઉંમરથી બચાવે:
ગાયના ઘી પ્રાકૃતિક એન્ટિઑક્સિડન્ટ છે, જે મુક્ત કણોને સમાપ્ત કરે છે અને ઑક્સિકરણની પ્રક્રિયાના રોકે છે જેનાથી શરીરના મસ્ક્યુલોસ્ટેલેટલ સિસ્ટમનું પરિવર્તન રોકાય છે અને ઉંમર વધતા અટકે છે, આ અલ્ઝાઇમર રોગને પણ રોકે છે. 

ત્વચા માટે ફાયદાકારક:
ઘી શરીરમાંથી વિષાત્તક પદાર્થોને નીકાળી દે છે. આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને સાથે જ વાળ અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. આ સાથે ગાયના ઘીના સેવનથી હાડકાઓ મજબૂત બને છે. 

બૉડી શેપમાં રાખે:
જો તમે ઑવરવેઇટ નથી થવા ઇચ્છતા તો ગાયનું ઘી સારો વિકલ્પ છે. જો તમે અધિક માત્રામાં હાઇડ્રોજેનેટ ઘીનો પ્રયોગ કરશો તો રક્તની ધમનીઓ મોટી થઇ જશે, જેનાથી મેટાબૉલિઝમ ઘટવા લાગશે. તો બને ત્યાં સુધી ગાયના ઘીનું સેવન કરવું જોઇએ.

શરીરને મળશે લાભ:

- ગરમ પાણીની સાથે એક ચમચી ગાયના ઘીનુ સેવન કરવાથી શ્વાસ લેવામાં સરળતા રહેશે અને સૂકી ઉધરસ પણ ઠીક થઇ જશે.

- રોજ 2 ટીપાં દેશી ધી નાકમાં નાખવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધી જશે.

- દરરોજ સવારે ખાલી પેટ 1-2 ચમચી ગાયના ધી ખાવાથી ધમનીઓ મોટી નથી થતી. રક્ત પ્રવાહમાં સુધાર થાય છે.

- ગાયનું ઘી વાતાવરણ ધૂળ, ધૂમાડો અને પ્રદુષણથી થનારી એલર્જી ઓછી થાય છે અને સાથે જ ગળા, નાકના ઇન્ફેક્શનથી બચાવ કરે છે.Recent Story

Popular Story