માછલીમાં ઓમેગા 3 ફેટી એસિડ, વિટામીન ડી, કેલ્શિયમ, આયર્ન તથા અન્ય પોષક તત્ત્વો રહેલા છે. જેનાથી આરોગ્ય સંબંધિત અનેક સમસ્યા દૂર થઈ શકે છે. માછલીનું તેલ માછલીના ટિશ્યૂમાંથી બનાવવામાં આવે છે.
માછલીનું તેલ આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી
આરોગ્ય સંબંધિત અનેક સમસ્યા દૂર થઈ શકે છે
માછલીના ટિશ્યૂમાંથી બનાવવામાં આવે છે આ તેલ
માછલીમાં ઓમેગા 3 ફેટી એસિડ, વિટામીન ડી, કેલ્શિયમ, આયર્ન તથા અન્ય પોષક તત્ત્વો રહેલા છે. આ તમામ પોષકતત્ત્વો આરોગ્ય માટે ગુણકારી છે. જે લોકો નોનવેજ ખાતા નથી, તેઓ ઓમેગા 3 ફેટી એસિડ મેળવવા માટે માછલીનું તેલ ડાયટમાં શામેલ કરી શકે છે. જેનાથી આરોગ્ય સંબંધિત અનેક સમસ્યા દૂર થઈ શકે છે. માછલીનું તેલ માછલીના ટિશ્યૂમાંથી બનાવવામાં આવે છે. જેમાં ઓમેગા 3 ફેટી એસિડ, ડોકોસાહેક્સૈનોઈક એસિડ, કોસેપેંટોનોઈક એસિડ રહેલા છે. જેનાથી અનેક સમસ્યાથી બચી શકાય છે.
હાર્ટ માટે લાભદાયી
માછલીનું તેલ હાર્ટ માટે ફાયદાકારક છે. ડાયટમાં ફિશ ઓઈલ શામેલ કરવાથી હ્રદયરોગનું જોખમ ઓછું થઈ જાય છે. ફિશ ઓઈલ ગુડ કોલસ્ટ્રોલનું નિર્માણ કરે છે. જેથી હ્રદયરોગથી બચલા માટે ભોજનમાં ફિશ ઓઈલનો ઉપયોગ કરવો.
માનસિક આરોગ્ય માટે લાભદાયી
બ્રેઈન હેલ્થ માટે ઓમેગા 3 ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. જેનાથી બ્રેઈન શાર્પ થાય છે. જે લોકોમાં ઓમેગા 3નું સ્તર ઓછું હોય તે લોકોનું માનસિક આરોગ્ય યોગ્ય પ્રકારે કામ કરી શકતું નથી.
આંખો માટે ગુણકારી
આંખોને હેલ્ધી રાખવા માટે માછલી ખાવાની સલાહ આપવામાં આવે છે. જેમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, ઓમેગા 3નું સ્તર ઓછું હોય તો આંખોની બિમારી થવાનું જોખમ રહે છે.
ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક
ગર્ભમાં રહેલ બાળકના વિકાસ માટે ઓમેગા 3 ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. જેનાથી તણાવ ઓછો થાય છે. પ્રેગનેન્ટ મહિલાઓ માટે ફિશ ઓઈલ ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે.
ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે
ફિશ ઓઈલથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. ફિશ ઓઈલમાં રહેલ ઓમેગા 3 ફેટી એસિડથી સર્દી-ખાંસી થવાનું જોખમ રહેતું નથી. જેનાથી ફેંફસા હેલ્ધી રહે છે.
સાંધાનો દુખાવો થતો નથી
ફિશ ઓઈલનું સેવન કરવાથી સાંધાનો દુખાવો અને સોજાથી રાહત મળી શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)