બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / health benefits of eating mangoes in summer

ફાયદાકારક / ઉનાળામાં કેરી ખાવાનું ભૂલતા નહીં, શરીરના આ રોગો દૂર કરવાથી લઈ મળશે આ જબરદસ્ત ફાયદા

Last Updated: 03:58 PM, 21 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળો એટલે કેરીની સીઝન, કાચી હોય કે પાકી કેરી સૌને ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ઠંડક પહોંચાડવાનું કામ કેરી કરે છે. સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દ્રષ્ટિએ અઢળક ફાયદાઓ છે. કદાચ એટલે જ તેને ફળોનો રાજા કહેવાય છે. વિટામીન, મિનરલ્સ, આયર્ન અને પ્રોટીનથી ભરપુર હોવાના કારણે કેરીનું સેવન ડાયાબિટીસથી લઇને કેન્સર જેવી બિમારીઓને દુર રાખવામાં મદદ કરે છે. આજે તમને કેરી ખાવાના કેટલાક એવા ફાયદા જણાવીએ જેને જાણાયા બાદ તમે તેનુ સેવન કર્યા વગર નહી રહી શકો.

આમ તો તમે કેરી સમારીને ખાવ તે વધુ ઉત્તમ છે, પરંતુ કેરીની ચટણી, આમપન્ના, આમરસ અને મેંગો સ્કવોશ પણ બનાવી શકાય છે. કેરીમાંથી બનેલી ડિશનું સેવન પણ આરોગ્ય માટે એટલુ જ ફાયદાકારક છે. 

કેરીના ગુણ

એન્ટીઓક્સિડન્ટની સાથે એક કપ કેરીમાં 99 કેલરી અને 0.6 ગ્રામ ફેટ હોય છે. આ ઉપરાંત તેમાં 1 ટકા કોલેસ્ટ્રોલ, 1.7 મિલિગ્રામ સોડિયમ, 277.2 મિલિગ્રામ પોટેશિયમ, 25 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 2.6 ગ્રામ ડાયેટરી ફાઇબર, 23 ગ્રામ શુગર, 1.4 ગ્રામ પ્રોટીન, 35 ટકા વિટામીન એ, 20 ટકા કોપર, 18 ટકા ફોલેટ, 9.7 ટકા વિટામીન ઇ, 6.5 ટકા વિટામીન બી5, 6 ટકા વિટામીન કે, 100 ટકા વિટામીન સી, 10 ટકા વિટામીન બી-6, 1 ટકા કેલ્શિયમ, 1 ટકા આયરન અને 4 ટકા મેગ્નેશિયમ હોય છે. 

કેરી ખાવાના ફાયદા

  • વિટામીન એથી ભરપુર હોવાના કારણે તેના સેવનથી આંખોની રોશની સુધરે છે. એક કપ કેરીના રસમાં વિટામીન એનો 25 ટકા ભાગ આપણા શરીરને મળે છે. તેનાથી આંખોની રોશની તેજ થાય છે.
  • જે લોકો એનિમિયા ગ્રસ્ત છે તેમના માટે કેરી બહેતર ઓપ્શન છે. તેમાં ભરપુર માત્રામાં આયરન હોય છે. તેનાથી શરીરમાં લોહીની કમી પુરી થાય છે. 
  • જે લોકો વજન વધારવા ઇચ્છતા હોય તેમણે કેરીને પોતાના ડાયેટનો ભાગ બનાવવી જોઇએ. 150 ગ્રામ કેરીમાં 86 કેલરી હોય છે. જે નેચરલ રીતે વજન વધારવામાં મદદ કરે છે. 
  • એન્ટીઓક્સિડન્ટથી ભરપુર કેરીનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે. તેના કારણે તમે ખતરાથી બચી શકો છો.
  • ફાઇબરથી ભરપુર હોવાના લીધે તમે પેટના રોગોમાંથી પણ બચી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Digestion Eyes Health Benefits Mango Mango Health Benefits Summer Summer Season mangoes Benefits
Noor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ