લીવર અને પેટનું ડિટોક્સ કરે છે મૂળો, જાણો ખાવાના બીજા ફાયદા

By : krupamehta 12:42 PM, 12 October 2018 | Updated : 12:44 PM, 12 October 2018
મૂળાનો ઉપયોગ દરેક ઘરમાં સલાડ, શાકભાજી અને પરાઠા બનાવવા માટે થાય છે. ખાવામાં થોડો તીખો લાગે છે પરંતુ કામ દવા જેવું કરે છે. આયુર્વેદમાં તો એને લીવર અને પેટ માટે પ્રાકૃતિક પ્યૂરીફાયર માનવામાં આવ્યું છે. આટલું જ નહીં એનું સેવન તમને બીજી ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. 

મૂળામાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરની બિમારીઓે દૂર રાખવામાં મદદ કરે છે. 100 ગ્રામ મૂળામાં લગભગ 18 ગ્રામ કેલેરી, 0.1 ગ્રામ ફેટ, 4.1 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 1.6 ગ્રામ ડાઇડ્રી ફાઇબર, 2.5 ગ્રામ શુગર, 0.6 ગ્રામ પ્રોટીન, 36 ટકા વિટામીન સી, 2 ટકા કેલ્શિયમ, 2 ટકા આયરન અને 4 ટકા મેગ્નેશિયમ હોય છે. 

મૂળા ખાવાના ફાયદા

મૂળામાં રહેલા પોષક તત્વોના કારણએ એને નેચરલ ક્લિન્ઝર કહેવામાં આવે છે. દરરોજ મૂળાનો રસ પીવાથી શરીર ડિટોક્સ થાય છે. જેનાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો નિકળી જાય છે. 

પેટથી જોડાયેલી કોઇ પણ સમસ્યાને જૂર કરવા માટે મૂળાના રસમાં આદુ અને લીંબૂનો રસ મિક્સ કરીને પીવો, એનાથી તમને પેટથી જોડાયેલી પરેશાનીથી છુટકારો મળી જશે. 

કાચા મૂળાનું સેવન અથવા રસમાં મીઠું મિક્સ કરીને પીવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. આ ઉપરાંત એનાથી પેટના કીડા પણ નષ્ટ થઇ જાય છે. 

જો તમને લીવરથી જોડાયેલી કોઇ પણ સમસ્યા છે તો નિયમિત રૂપથી સેવન કરો. 

કમળો થવા પર તાજા મૂળાનો રસ પીવો, આ ઉપરાંત રોજ સવારે 1 મૂળો ખાવાથી કમળો દૂર થઇ જાય છે. Recent Story

Popular Story