બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમે પણ કારણ વગર લઈ રહ્યા છો ડોલો ટેબ્લેટ? થઈ શકે આ નુકસાન

હેલ્થ / શું તમે પણ કારણ વગર લઈ રહ્યા છો ડોલો ટેબ્લેટ? થઈ શકે આ નુકસાન

Last Updated: 02:02 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે કોરોનાકાળ આવ્યો ત્યારે ડોલો 650 નામની દવાનો ઉપયોગ અચાનક જ વધી ગયો હતો. પરંતુ હવે કોરોના નથી રહ્યો છતાં પણ લોકો તેને પ્રિસ્ક્રિપ્શન વગર લઈ રહ્યા છે. જે ગંભીર સમસ્યાનું કારણ પણ બની શકે છે.

કોરોનાના સમયથી ડોલો 650 દેશમાં અમુક સામાન્ય બીમારીઓની સારવાર બની ગઈ છે. તાવ હોય, માથાનો દુખાવો હોય કે શરીરમાં દુખાવો લોકો ડૉક્ટરની સલાહ લીધા વગર ડોલો લેતા હોય છે. ડોલો લેવાથી સમસ્યામાં રાહત તો મળે છે, પરંતુ તેની ઘણી ગંભીર આડઅસર પણ થાય છે. ડોલો 650નો વધુ વપરાશ ચિંતાનો વિષય છે.

કોરોના સમયગાળા દરમિયાન ડોલો 650 સામે આવી હતી. આ સમયે આ દવા તાવથી પીડાતા દર્દીઓને આપવામાં આવી રહી હતી. કોરોના પસાર થઈ ગયો પણ દેશમાં તેનો ઉપયોગ બંધ નથી થયો. હાલમાં પણ આ દવા દેશભરમાં ઉપયોગમાં લેવાય છે. આ દવા ડૉક્ટરની સલાહ વગર લેવામાં આવી રહી છે. કેટલાક લોકો આ દવા ઘણા દિવસો સુધી લેતા રહે છે. ડૉક્ટરની સલાહ વગર અને જરૂરિયાત વગર આ દવા લેવાથી ગંભીર આડઅસરો થઈ શકે છે.

  • પ્રિસ્ક્રિપ્શન વગર પણ ઉપલબ્ધ
    મેડિકલ સ્ટોરમાંથી ડોલો 650 ખરીદવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી હોતી. સ્ટોર સંચાલકો પણ ગ્રાહકોને આ દવા ફક્ત માંગવા પર જ આપી દેતા હોય છે. કોરોના સમયગાળા દરમિયાન સામાન્ય તાવ માટે ડોક્ટરોએ આ દવાનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. પરંતુ હવે સરળતાથી ઉપલબ્ધ થવાને કારણે આ દવાનો ઉપયોગ અન્ય ઘણી બીમારી માટે પણ થઈ રહ્યો છે. પરંતુ તે બીમારીને દવા વગર પણ મટાડી શકાય છે. લોકો આ દવાનું સેવન તેની તાત્કાલિક અસર અને રાહતને કારણે કરી રહ્યા છે.
  • શું છે સાઈડ ઇફેક્ટ?
    ડોક્ટરોનું કહેવું છે કે આ દવા જરૂર વગર કે વધુ પડતી લેવાથી એલર્જી થઈ શકે છે. આ દવા સતત લેવાથી લીવર અને કિડનીની ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. આ દવા લેવાથી સ્ટ્રેસ પણ વધે છે. ઘણી તપાસ દ્વારા એ પણ સાબિત થયું છે કે આ દવાનો વધુ પડતો ઉપયોગ એક્યૂટ લીવર ફેલ્યોરનું કારણ બની શકે છે. આ દવા શરીરની અંદર ગંભીર બીમારીના લક્ષણોને દબાવી દે છે, જેનાથી ભવિષ્યમાં જોખમ વધી શકે છે.

વધુ વાંચો : વર્ષો સુધી દેખાશો યુવાન! જીવશો લાંબુ જીવન! આજથી જ ખાવાનું શરૂ આ વિટામિન્સ

  • તો શું કરવું?
    એક્સપર્ટ અનુસાર, આ દવા ફક્ત પ્રિસ્ક્રિપ્શન પર જ લેવી જોઈએ. હળવા તાવની સારવાર દવા વગર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. માથાનો દુખાવો અને શરીરના દુખાવા માટે બીજા કેટલાક ઉપાયો કરી શકાય છે. આ દવા સતત લેવાથી તે થોડા સમય પછી કામ કરવાનું બંધ કરી દે છે. ત્યાર બાદ તે દવા ન લેવી જોઈએ. અસર ના થાય છતા આ દવા લેવાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dolo 650 Medicine Liver Disease
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ