બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારી ઉંમર 11 વર્ષ વધી જશે! અનેક બીમારીનો ખતરો ટળશે, અપનાવી લો આ સારી આદતો
Last Updated: 01:34 PM, 19 November 2024
આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પોતાના માટે સમય કાઢી શકતા નથી. કોર્પોરેટની નોકરી કે વર્ક ફ્રોમ હોમના કારણે લોકો બેઠાળુ જીવન જીવવા લાગ્યા છે. એટલે કે મોટાભાગના લોકો શારીરિક રીતે સક્રિય નથી. તેમની પાસે ચાલવા જવાનો પણ સમય નથી હોતો. જેના કારણે તેમનું શરીર તમામ પ્રકારની બીમારીઓનું ઘર બની જાય છે. ઘણા અભ્યાસમાં મળી આવ્યું છે કે ચાલવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. દરરોજ ફક્ત 2.5 કલાકથી વધુ ચાલવાથી, વ્યક્તિ પોતાના આયુષ્યને કેટલાય વર્ષો સુધી વધારી શકે છે. આ સિવાય ચાલવાથી ઘણા ફાયદા પણ થાય છે.
ADVERTISEMENT
ચાલવાથી વધી જશે આયુષ્ય
ADVERTISEMENT
14 નવેમ્બરના રોજ બ્રિટિશ જર્નલ ઑફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, જો 40 વર્ષથી વધુ ઉંમરના અમેરિકન ટોપ 25%ની જેમ શારીરિક રીતે સક્રિય રહેતે, તો તેઓ 5 વર્ષ લાંબુ જીવી શક્યા હોત. અભ્યાસમાં એવું પણ અનુમાન કરવામાં આવ્યું છે કે જો સૌથી ઓછી એક્ટિવ વ્યક્તિ પણ સૌથી વધુ સક્રિય વ્યક્તિની જેમ એક્ટિવિટીઝ કરે તો લગભગ 11 વર્ષ સુધી ઉંમર વધારી શકે છે. ઓછા ફિઝિકલી એક્ટિવ લોકોમાં હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. જેના કારણે તેમનું મોત ઉંમર પહેલા જ થઈ શકે છે.
શું કહે છે અભ્યાસ
રિસર્ચર્સે એના પર અભ્યાસ કર્યો કે પોતાને ફિઝિકલી એક્ટિવ રાખીને વધારે દિવસો સુધી કેવી રીતે જીવતા રહી શકાય છે. આ માટે 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 2003-2006 ના National Health and Nutrition Examination Surveyના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો, જેને 2019 યુએસ વસ્તી ડેટા અને નેશનલ સેન્ટર ફોર હેલ્થ સ્ટેટિસ્ટિક્સના 2017 મૃત્યુ રેકોર્ડ સાથે પણ જોડવામાં આવ્યા. અભ્યાસમાં જાણવા મળ્યું કે 40 વર્ષથી વધુ ઉંમરના સૌથી વધુ એક્ટિવ 25% અમેરિકનોની કુલ શારીરિક પ્રવૃત્તિ દરરોજ 4.8 કિમી અથવા 160 મિનિટ ચાલવા જેટલી હતી.
આના પરથી રિસર્ચર્સે અનુમાન લગાવ્યું કે તેમની જેમ સક્રિય રહેતા અમેરિકનો તેમની ઉંમર 5 વર્ષ સુધી વધારી શકતા હતા. જો સૌથી ઓછી શારીરિક રીતે એક્ટિવ 25% વસ્તી સૌથી વધુ એક્ટિવ 25% જેટલી એક્ટિવ રહેતે, એટલે કે દરરોજ 4.8 કિમી એટલે કે 111 મિનિટ ચાલતે, તો તેમનું આયુષ્ય 11 વર્ષ સુધી વધી શક્યું હોત.
આ પણ વાંચો: તમારા પગમાં દેખાતા આ ચિહ્નોને ગંભીરતાથી લેજો, નજરઅંદાજ કરવાથી બનશો કેન્સરના શિકાર
રોજ ચાલવાના ફાયદા
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT