શરીરમાં કોઈપણ પ્રકારની પરેશાની હોય તો તે પેશાબના રંગ પરથી જાણી શકાય છે. આ કારણોસર શરીરમાં કોઈપણ પ્રકારની પરેશાની હોય તો યૂરિનના કલર પરથી જાણવા મળે છે.
કિડની તાપમાન અને તરલ પદાર્થોનું નિયંત્રણ કરે છે
યૂરિનના કલર પરથી શરીરની પરેશાની જાણી શકાય છે
પેશાબનો રંગ બદલાઈ ગયો હોય તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો
શરીરમાં કિડની તાપમાન અને તરલ પદાર્થોનું નિયંત્રણ કરે છે. કિડની સમગ્ર શરીરમાં પાણીની આપૂર્તિ કર્યા પછી બાકી રહેલ પાણીને શરીરમાંથી બહાર કાઢી દે છે. શરીરમાં કોઈપણ પ્રકારની પરેશાની હોય તો તે પેશાબના રંગ પરથી જાણી શકાય છે. આ કારણોસર શરીરમાં કોઈપણ પ્રકારની પરેશાની હોય તો યૂરિનના કલર પરથી જાણવા મળે છે. આ કારણોસર ડોકટર દર્દીને પેશાબના રંગ વિશે પૂછતા હોય છે. પેશાબનો રંગ બદલાઈ ગયો હોય તો તે એક ચિંતાનો વિષય છે, જેથી તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
આ રંગનો પેશાબ હોય તો જોખમી સંકેત આપે છે
ઓરેન્જ- તમે ગ્લૂકોઝનું સેવન ના કર્યું હોય તેમ છતાં પેશાબ ઓરેન્જ રંગનો આવતો હોય તો તેનો અર્થ છે કે, તમારું લીવર યોગ્ય પ્રકારે કામ કરતું નથી. સ્ટુલ પણ પીળા રંગનું હોય તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
લાલ અને ગુલાબી- જો તમે બીટ કે બ્લેકબેરી ખાધી નથી અને પેશાબ લાલ અથવા ગુલાબી રંગનો આવે છે, તો તે ચિંતાનો વિષય છે. પેશાબ લાલ રંગનો આવતો હોય અથવા પેશાબની સાથે લોહી આવતું હોય તો તેનો અર્થ છે કે, પ્રોસ્ટેટ મોટું થઈ ગયું છે તથા ટ્યૂમર, ગાંઠ અથવા પથરી છે. હાર્ડ એક્સરસાઈઝ કરવાથી પણ યૂરિનમાંથી લોહી આવી શકે છે.
વાદળી- જો તમે કોઈ દવા અથવા કલરફુલ ફૂડનું સેવન નથી કર્યું, તેમ છતાં વાદળી રંગનો પેશાબ આવે છો, તે તે બિનાઈન હાઈપરકેલ્સિમિયા હોઈ શકે છે. જે સામાન્ય રીતે બાળકોને વધારે થાય છે, બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે પણ આ પરેશાની થઈ શકે છે.
ડાર્ક બ્રાઉન- જો તમારા પેશાબનો રંગ ડાર્ક બ્રાઉન છે, તો કિડનીની બિમારી અથવા UTIની સમસ્યાનો સંકેત આપે છે. શરીરના અન્ય ભાગમાંથી પણ બ્લીડિંગ થઈ શકે છે.
આછો રંગ- પેશાબનો રંગ આછો હોય તો તે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન અથવા કિડની સ્ટોનની પરેશાની હોઈ શકે છે.
ભૂરો રંગ- ડાયાબિટીસ હોય પેશાબ ભૂરો આવે છે. ડાયાબિટીસની સમસ્યામાં લોહીમાં ગ્લુકોઝની માત્રા વઝી જાય છે, જે પેશાબના રસ્તેથી બહાર નીકળવા લાગે છે.
લાઈટ પિંક અને ડાર્ક- કોઈપણ દવા કે તે પ્રકારના ફૂડનું સેવન ના કર્યું હોય તેમ છતાં પેશાબ લાઈટ પિંક અને ડાર્ક હોય તો તે ગંભીર સંકેત આપે છે. આ કારણોસર આ પરિસ્થિતિમાં તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)