બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગમે તેટલું ખાઓ વજન જ નથી વધતું!, માત્ર 15 દિવસમાં દુબળાઈ થશે દૂર, જાણો કેવી રીતે?
Last Updated: 07:24 PM, 1 December 2024
દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે શારીરિક દુર્બળતાના શિકાર હોય છે. કોઈને હંમેશા થાક લાગેલો રહે છે તો કોઈને હંમેશા કમજોરી રહે છે. આ બધા પાછળ શરીરમાં 5 ચીજોની ખામી હોય છે. સ્વામી રામદેવ આ બાબતે સ્વામી રામદેવ વિસ્તારથી જણાવે છે. તેમણે કહ્યું છે કે ભલે કોઈ પણ શારીરિક દુર્બળતા હોય, આ બધા પાછળ 5 કારણ હોય છે. બાબા રામદેવે આનું પહેલું કારણ જણાવ્યું છે કે લોહીમાં હિમોગ્લોબિનનની ખામી. જો લોહીમાં હિમોગ્લોબિનની ખામી થાય છે ત્યારે આખા શરીરમાં ઓક્સિજન યોગ્ય રીતે નથી પહોંચી શકતું.
ADVERTISEMENT
બીજું કારણ છે અન્ડરવેટ એટલે વધારે પાણી પીવા છતાં વજન નથી વધતો. સ્વામી રામદેવે જણાવ્યું કે શરીરમાં કમજોરીનું ત્રીજું કારણ છે વિટામિનની ખામી. ખાસ કરીને વિટામિન B12ની ખામી. આ બાદ ચોથું કારણ અષ્ટધાતુની ખામી અને પાંચમું કારણ અપચો જણાવ્યું. તમે ગમે તેટલું ખાઈ લો જો શરીરમાં તેનું પાચન યોગ્ય રીતે થશે નહીં. તો ચાલો જાણીએ આ ખામી દૂર કરવા શું કરવું.
ADVERTISEMENT
હિમોગ્લોબિનની ખામી કેવી રીતે દૂર કરવી
બાબા રામદેવે જણાવ્યું કે જો શરીરમાં હિમોગ્લોબિનની ખામી થાય તો લીલા શાકભાજી ખાવી. આ સિવાય આંબળા અને ટમેટાનું સૂપ પીવું અને કપાલભાતિ કરવું. આ સિવાય બીટરૂટ, દાડમ વગેરે દ્વારા પણ હિમોગ્લોબિન વધારી શકાય છે.
અંડરવેટ કેવી રીતે દૂર કરવો
બાબા રામદેવ જણાવે છે કે ઘણા લોકો વધારે વજનથી પરેશાન છે પરંતુ અમુક લોકોને અંડરવેટ પણ છે. જે લોકો અંડરવેટ છે તમને પેટમાં સમસ્યાના કારણે અંડરવેટ તો નથી. જો આવું છે તો ડોક્ટર પાસે ઈલાજ કરાવવો. આ સિવાય પણ વજન નથી વધતો તો ખજૂર ખાઈને વજન વધારવો. આ સાથે અંજીર, કિસમિસને પલાળીને ખાવા. જો ઝડપથી વજન વધારવો હોય તો સવાર-સાંજ ઊઠીને 4-5 કેળા દૂધમાં ભેળવીને ખાવા. રોજ 1 ડઝન જેટલા કેળા ખાવા. એક કે બે અઠવાડિયામાં વજન વધશે .
વધુ વાંચો: આજે વિશ્વ એઇડ્સ દિવસ, આ લક્ષણોને ન કરો નજરઅંદાજ, હોઈ શકે HIV પોઝિટિવના સંકેત
અન્ય ખામી કેવી રીતે દૂર કરવી
સ્વામી રામદેવે જણાવ્યું કે વિટામિનની ખામી હોય તો ઘણી બધી શાકભાજી ખાવી. તજ ફળ અને અનાજનું સેવન કરવું. આ સાથે જો અષ્ટધાતુની ઉણપ હોય તો સૂકી દ્રાક્ષ અને કિસમિસ પાણીમાં પલાળીને ખાવા, પરંતુ તેની સાથે દરરોજ એક ચમચી શતાવરીનું સેવન કરવું. પીળી શતાવરી ખૂબ ફાયદાકારક છે. આનું ચૂર્ણ બનાવીને ખાવું. અને જો અપચાની સમસ્યા છે તો તેનો ઈલાજ કારવાવો પડશે. જોકે ઉપર જે ચીજો જણાવી છે તેનું સેવન કરવાથી પણ પેટની સમસ્યા દૂર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.