health 4 natural ways to lower high cholesterol level
ધ્યાન રાખો /
આજથી જ બદલી નાંખો આ 4 ટૅવ, કોલેસ્ટ્રોલ કાયમ રહેશે કંટ્રોલમાં
Team VTV02:51 PM, 20 Aug 22
| Updated: 02:56 PM, 20 Aug 22
એચડીએલ કોલેસ્ટ્રોલ હેલ્થ માટે સારું હોય છે, જેનાથી માત્ર હેલ્ધી આદતો જેમકે હેલ્ધી ડાયટ અને રેગ્યુલર કસરતથી વધારી શકાય છે. આ કોલેસ્ટ્રોલ શરીરમાં હોર્મોન અને એનર્જી પણ વધારે છે.
કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે લાઈફસ્ટાઈલમાં એડ કરો આ આદત
કોલેસ્ટ્રોલના ઘણા ફાયદા છે, જે શરીર માટે ખૂબ જરૂરી
તળેલા અને વધુ ફેટવાળા ફૂડનુ સેવન ના કરશો
એલડીએલ વધુ હોવાથી આ બિમારીનો કરવો પડશે સામનો
મોટાભાગના લોકો માને છે કે કોલેસ્ટ્રોલનુ જરૂરીયાતથી વધુ સેવન સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે અને વધુ હાનિકારક હોય છે. પરંતુ આ સંપૂર્ણ રીતે સાચુ નથી. કારણકે કોલેસ્ટ્રોલના ઘણા ફાયદા પણ હોય છે, જે શરીર માટે ખૂબ જરૂરી છે. શરીરમાં હોર્મોન વધારવાની સાથે-સાથે લિવરમાં બાઈલ જ્યુસ બનાવવુ અને બૉડી સેલ્સને સુરક્ષિત રાખવા માટે કોલેસ્ટ્રોલ વધુ ફાયદાકારક હોય છે. કોલેસ્ટ્રોલના બે પ્રકાર હોય છે, એલડીએલ એટલેકે બેડ કોલેસ્ટ્રોલ અને એચડીએલ એટલેકે ગુડ કોલેસ્ટ્રોલ. એલડીએલ વધુ હોવાથી હાર્ટની બિમારી અને સ્ટ્રોક જેવી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
હાઈ કોલેસ્ટ્રોલ માટે જીવનશૈલીમાં એડ કરો આ 4 આદતો
સ્ટ્રેસ ના લેશો
સેન્ટ લ્યુક્સ હેલ્થ ડૉટ ઓઆરજી મુજબ સ્ટ્રેસથી કોલેસ્ટ્રોલની માત્રા વધે છે અને આ હોર્મોનલ બેલેન્સ પર પણ ખરાબ અસર કરે છે. ચિંતા અને તણાવથી અંતર રાખવુ શરીરમાં એચડીએલ કોલેસ્ટ્રોલનુ લેવલ વધારીને એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થઇ શકેે છે.
ધુમ્રપાનથી બચો
કોઈ પણ નશાથી તમારે દૂર રહેવુ જોઈએ. આ હેલ્થ માટે ખૂબ હાનિકારક હોય છે અને કેન્સર જેવી અનેક બિમારીઓને જન્મ આપે છે. આ ફેફસાને સંપૂર્ણ રીતે ક્ષતિ પહોંચાડે છે અને એલડીએલ કોલેસ્ટ્રોલને સહાયક બને છે. ધુમ્રપાન છોડવુ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવાની સાથે જ બીજી બિમારીઓનુ જોખમ ઘટાડી શરીરને હેલ્ધી બનાવે છે.
પૌષ્ટિક આહાર લો
બીન્સ, નટ્સ, એવાકાડો, ફળ, શાકભાજી, ઓટ્સ, માછલી જેવા હેલ્ધી ફૂડ્સ અપનાવો, જે એચડીએલ કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે. આ સાથે આ કોલેસ્ટ્રોલને બ્લડ સર્ક્યુલેશનમાં પરેશાની થતા રોકે છે. હેલ્ધી ખાવાની સાથે જરૂરી છે, તળેલા અને વધુ ફેટવાળા ફૂડનુ સેવન ના કરશો.