બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હેડકોન્સ્ટેબલનો પુત્ર બન્યો અધિકારી, UPSC માં 473 મો રેંક પ્રાપ્ત કર્યો
Last Updated: 06:04 PM, 22 April 2025
UPSC નું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. ગુજરાતના સ્પિપામાં અભ્યાસ કરતા કુલ 26 વિદ્યાર્થીઓએ યુપીએસસી પાસ કર્યું છે. તેમાં અનેક વિદ્યાર્થીઓ એવા પણ છે જે ખુબ જ સામાન્ય પરિસ્થિતિમાંથી આવતા હોવા છતા પણ તેણે પોતાની મહેનતના આધારે યુપીએસસી જેવી દેશની સૌથી અધરી પરીક્ષા પણ પાસ કરી લીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હેડ કોન્સ્ટેબલનો પુત્રએ UPSC પાસ કર્યું
જેમાં કેટલાક યુવાનો તો એવા છે કે અતિગરીબ પરિવારમાંથી આવતા હોવા છતા પણ પોતાની મહેનતના જોરે પરીક્ષા પાસ કરી હોય. તેવો જ એક યુવાન છે અંશુલ યાદવ કે જેના પિતા હેડ કોન્સ્ટેબલ છે. જો કે તેણે પોતાની મહેનત અને લગનના જોરે UPSC ની પરીક્ષા 473 માં રેન્ક સાથે પાસ કરી હતી. અંશુલ યાદવના પિતા સુભાષ યાદવ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અંશુલ યાદવે UPSC પરીક્ષા ક્લિયર કરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.