અમદાવાદમાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે મોતને વ્હાલું કરી લીધું. તેમણે પોલીસ સ્ટેશનમાંજ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલનો આપઘાત
રિવોલ્વરથી ગોળી મારીને કર્યુ મોતને વ્હાલું
આત્મહત્યાનું કારણ હજુ અકબંધ
અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ઉમેશ ભાટીયા નામના હેડ કોન્સ્ટેબલે મોતને વ્હાલું કરી લીધુ હોવાનું સામે આવ્યું છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે તેમણે પોલીસ સ્ટેશનમાંજ આપઘાત કર્યો છે. સવારના સમયે તેઓ ફરજ પર આવ્યા બાદ તેમણે ઓફિસનો દરવાજો બંધ કરી દીધો અને બાદમાં તેમણે પોતાને ગોળી મારી દીધી હતી.
હોસ્પિટલ પહોચ્યા પહેલા મોત
રિવોલ્વર વડે કોન્સ્ટેબલે પોતાને ગોળી મારી હોવાનું સામે આવ્યું છે. જોકે આ ઘટના બાદ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મીઓએ તેમને તુરંત હોસ્પિટલ ખસેડ્યા. લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યા પહોચતાજ હોસ્પિટલમાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.
આપઘાતનું કારણ અકબંધ
આ બનાવને લઈને પોલીસ બેડામાં ખળબડાટ મચી ઉઠ્યો સાથેજ પોલીસ બેડામાં શોકનો માહોલ પણ ફેલાઈ ગયો છે. મૃતક હેડ કોન્સ્ટેબલ ઉમેશ ભાટીયા પાલડી પોલીસ મથકમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા હતા. જોકે તેમણે આપઘાત શા માટે કર્યો છે.તે રહસ્ય હજુ પણ અકબંધ છે સાથેજ પોલીસ પણ આ ઘટનાને લઈને ચોંકી ગઈ છે.
પાંચ વર્ષથી ફરજ બજાવતા હતા
ઉલ્લેખનીય છે કે કોન્સ્ટેબલ ઉમેશ ભાટીયા એકાઉન્ટ રાઈટર તરીકે છેલ્લા પાંચ વર્ષથી પાલડી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા. પોલીસ હાલ તેમણે આપઘાત કેમં કર્યો તે મામલે તપાસ કરી રહી છે. ઘટના બાદ એફ.એસ.એલની ટીમ પણ પોલીસ સ્ટેશન પહોચી હતી અને તેમણે આ કેસમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.