બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Head Clerk's paper leak case,11 accused of in paperleak 6 arrested

સમગ્ર ઘટનાક્રમ / જયેશ પટેલ બાદ સસરા-જમાઈએ ખેલ પાડી દીધો, 5 ઉમેદવારોને ફાર્મ હાઉસમાં જ પેપર સોલ્વ કરાવ્યું, કુલ 40 સુધી પહોંચ્યું

Kiran

Last Updated: 04:34 PM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપી જયેશ પટેલને પરીક્ષાના એક દિવસ પહેલા પેપર મળ્યુ હતું પેપર કઈ રીતે લીક થયું અને શું હતો સમગ્ર ઘટનાક્રમ, અત્યારસુધીમાં કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી, કોને તપાસ સોંપવામાં આવી જાણો સમગ્ર ઘટનાક્રમ

  • હેડ ક્લાર્કનું પરીક્ષાનું પેપર કેવી રીતે ફૂટ્યું ? 
  • પેપર લીક તપાસ PI પાસેથી લઈ DYSPને સોંપાઇ
  • પેપરલીક કેસમાં આ 11 લોકોની સંડોવણી 

હેડ ક્લાર્કની યોજાયેલી પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે. ત્યારે હવે સમગ્ર મામલો ગરમાયો છે અને રાજકીય નિવેદન બાજી પણ શરૂ થઈ ગઈ છે,  હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષા હજી જેમાં 88 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરતું પરીક્ષાનું પેપર લીક થતા જ હવે વિદ્યાર્થીઓનું ભાવ રોળાયું છે, સમગ્ર મામમે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી છે,  અને ગુનેગારોને કોઈ પણ ભોગ છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું છે. 






હેડ ક્લાર્કનું પરીક્ષાનું પેપર કેવી રીતે ફૂટ્યું ? 

  • પેપરકાંડમાં મુખ્ય સુત્રધાર ઉંછા ગામનો જયેશ પટેલ છે
  • હેડ ક્લાર્કનું પરીક્ષાનું જયેશ પટેલને પેપર મળ્યું હતું
  • ઉંછા ગામમાં જયેશ પટેલે બે લોકોને પેપર આપ્યું હતું
  • જયેશે સૌથી પહેલા ઉંછાના જસવંત પટેલ અને તેના દિકરા દેવલને આપ્યું 
  • દેવલે હેડ ક્લાર્કની પરિક્ષા આપતા પાંચ પરિક્ષાને શોધ્યા 
  • દેવલ પટેલે પેપરકાંડમાં પોતાના સસરા મહેન્દ્ર પટેલને સામેલ કર્યા
  • સસરા-જમાઇએ બીજા પાંચ ઉમેદવારને પેપર વેચવાનું નક્કી કર્યું
  • દેવલના કહેવાથી ધૃવ બારોટ બીજા ચાર ઉમેદવારને લઇને આવ્યો
  • ધૃવ અને બીજા પાંચ ઉમેદવારો મહેન્દ્ર પટેલના ફાર્મમાં ભેગા થયા 
  • ફાર્મ હાઉસમાં પાંચ ઉમેદવાર અને પેપર ફોડનાર વચ્ચે બેઠક થઇ
  • મહેન્દ્રના ફાર્મ હાઉસમાં જ પાંચ ઉમેદવારે પેપર સોલ્વ કર્યું 
  • પાંચ ઉમેદવારો મહેન્દ્ર પટેલના ઉંછાના ફાર્મમાં રાત્રી રોકાણ કર્યું 
  • રાત્રી રોકાણ પહેલાં તમામ ઉમેદવારના ફોન લઇ લેવામાં આવ્યા હતા
  • બીજા દિવસે ફાર્મ હાઉસથી ઉમેદવારો પરિક્ષા આપવા મોકવામાં આવ્યા 
  • બીજી બાજી મુખ્ય આરોપી જયેશ પટેલે બીજી એક ગેંગને પેપર આપ્યું
  • જયેશ પટેલે હિંમતનગરના દર્શન વ્યાસને પેપરની એક કોપી આપી
  • જયેશ અને દર્શન વ્યાસ હિંમતનગર હાઇવે પર ભેગા થયા હતા 
  • દર્શને આ પેપર કુલદિપ પટેલ નામના વ્યક્તિને તેને ઘરે આપ્યું 
  • કુલદિપે આ પેપર બીજા પાંચ પરિક્ષાર્થીને વેચ્યું હતું
  • કુલદિપે પોતાના ઘરે પાંચ પરિક્ષાર્થીને બોલાવી પેપર સોલ્વ કરાવ્યું
  • કુલદિપે મહેસાણા જિલ્લામાં સતીષ પટેલને આ પેપર આપ્યું હતું 
  • વિસનગરના સતીષ પટેલે પોતાના ગામમાં કેટલાકને પેપર આપ્યું હતું 
  • આ રીતે જયેશ પટેલે બે ગેંગને પેપર વેચ્યું હતું

પેપરલીક કેસમાં આ 11 લોકોની સંડોવણી 

સાબરકાંઠા હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં 11 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાંથી પોલીસે 6 આરોપીને ઝડપી લીધા છે. જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પગલાં લેવાની બાંહેધરી આપ્યા બાદ આપ નેતા યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરીને તેમાં તેમણે કહ્યું હતું કે સરકારે પેપર ફુટ્યાનુ સ્વિકાર્યુ છે. પરંતુ સરકારે જે કલમ લગાવી છે તે હળવી કલમ છે. પેપર હિંમતનગરથી પેપર લીક થયુ હતુ. 

પેપરલીક કેસમાં આ 11 લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું 

આ 6 આરોપીઓની કરાઈ છે ધરપકડ 
1 ધ્રુવ ભરતભાઈ બારોટ બેરણા
2 મહેશકુમાર કમલેશભાઈ પટેલ ન્યુ રાણીપ અમદાવાદ
3 ચિંતન પટેલ વદરાડ તાલુકો પ્રાતીજ
4 કુલદીપ કુમાર નવીનભાઈ પટેલ કાણીયોલ
5 દર્શન કિરીટભાઈ વ્યાસ હિંમતનગર મહાવીર નગર
6 સુરેશભાઇ રમણભાઇ પટેલ તાજપુરી કુંડોલ

અન્ય 5 આરોપીઓ પોલીસ પકડથી દૂર સામેલ 

7 જયેશ ઈશ્વરભાઈ પટેલ, ઊંછા પ્રાંતિજ
8 જશવંતભાઈ હરગોવનભાઈ પટેલ, ઊંછાપ્રાંતિજ
9 દેવલ જશવંતભાઈ પટેલ, ઊંછાપ્રાંતિજ
10 સતીષ ઉર્ફે હેપ્પી પટેલ પાટનાકુવા તાલુકો
11 મહેશભાઈ એસપટેલ

પેપર લીક તપાસ PI પાસેથી લઈને DYSPને સોંપાઇ 

હર્ષ સંઘવીએ કહ્યું કે  CMના માર્ગદર્શન હેઠળના તપાસના આદેશ અપાવામાં આવ્યા છે અને પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી અન્ય આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુમાં શંકાસ્પદ આરોપીઓ ભાગી ન શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કલમ 406, 409, 420 120 મુજબ ફરિયાદ નોંધાઈ છે. અને અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ થઈ છે મહત્વનું છે કે મુખ્ય શંકાસ્પદ આરોપીએ પ્રશ્નપત્ર લીક કરી અલગ અલગ જગ્યાએ જઈને પેપર સોલ્વ કર્યું હતું. તમામ વ્યક્તિઓની ઘનિષ્ઠ તપાસ પોલીસ કરી રહી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે રીતે કાર્યવાહી કરાશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે.  



 

સાબરકાંઠા A- ડિવિઝન DYSP તપાસ કરશે

હાલ તો પેપર લીક તપાસ PI પાસેથી લઇને DYSPને સોંપાઇ સોંપવામાં આવી છે. સાબરકાંઠા A- ડિવિઝન DYSP તપાસ કરશે, અત્યાર સુધી 11 આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે જેમાંથી 6 આરોપીની ધરપકડ કરાઇ છે  DYSP એ જણાવ્યું છે કે આરોપીની પૂછપરછ કરવામાં આવશે આરોપીઓ પેપર ક્યાંથી લાવ્યા એ અંગે પણ તપાસ કરાશે, પેપર કાંડના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ અને પૂછપરછ કરાશે તેવું  DYSP જણાવ્યું છે.

ફરિયાદમાં અન્ય 5 આરોપીના નામ પણ સામેલ

પોલીસ દ્વારા આ કેસમાં ધ્રુવ બારોટ, મહેશ પટેલ, ચિંતન પટેલ, કુલદીપ પટેલ, દર્શન વ્યાસ અને સુરેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરિયાદમાં અન્ય 5 આરોપીના નામ પણ સામેલ છે. જેમાં જયેશ પટેલ, જશવંત પટેલ, દેવલ પટેલ, આ ત્રણેય આોપી ઉંછા ગામના રહેવાસી છે. આ ઉપરાંત સતીષ ઉર્ફે હેપ્પી પટેલ, મહેશ પટેલનું નામ પણ ફરિયાદમાં સામેલ છે..ગૌણ સેવા પસંદગીના હેડક્લાર્ક પરીક્ષાનુ પેપર લીક મામલે નિષ્ણાંત વકીલ અનિલ કેલ્લાનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના ગુનામાં આરોપીને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે. 

કઈ કઈ કલમો લગાવાઈ છે? 

કલમ 120, 420 સહિતની જે કલમો લાગવાઇ છે જે ગંભીર કલમો છે. અગાઉ આપ નેતા યુવરાજ સિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ લગાવવામાં આવેલી કલમો કઠોર નથી અને હળવી કલમો લગાવીને તેમણે બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો ઈશારો કર્યો હતો.  ગુનાહિત કાવતરૂં ઘડીને ઘટનાને અંજામ આપ્યો હોય આ કિસ્સામાં 7 વર્ષ સુધીની સજાની જોવાઇ આ કલમોમાં કરવામાં આવી છે. 

પેપર લીક કેસમાં અમદાવાદ સુધી ખુલ્યા તાર

મહત્વનું છે કે પેપરકાંડ મામલે હાલ પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પેપર લીક કેસમાં તાર અમદાવાદ સુધી હોવાનું સામે આવ્યું છે જે બાદ આજે  પેપર લીક કેસના આરોપી મનાતા રાણીપના મહેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે આરોપીની ધરપકડ કરાતા VTV NEWS મહેશ પટેલના ઘરે પહોંચ્યુ હતું,પેપર લીક મામલે પરિવારજનો અજાણ હોવાનું દાવો કરી રહ્યા છે. 


દોષિતોને દાખલારૂપ સજાની ઉમેદવારોએ કરી માંગ 

પેપરલીક કેસમાં આરોપીઓની ધરપકડ બાદ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે, પેપરકાંડમાં સંડોવાયેલા તમામને દાખલારૂપ સજા મળે,દોષિતોને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તેમજ હેડક્લાર્કની પરીક્ષા ફરી લેવામાં આવે તેવી માગં ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. 

ગૃહ વિભાગ સાથેના સંકલન બાદ લેવાશે નિર્ણય-અસીત વોરા

હેડક્લાર્કનું પેપર ફુટી ગયા બાદ હવે પેપરકાંડમાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, તેમજ ગૃહરાજ્યમંત્રીએ પણ ન્યાયીક તપાસના આદેશ આપ્યા છે, તેમજ દોષિતોને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું છે ત્યારે આજે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું નિવેદન પણ સામે આવ્યું છે.  અસિત વોરાએ VTV સાથે ટેલીફોનીક કરી વાતચીતમાં કહ્યું છે કે હેડ ક્લાર્ક પરીક્ષા બાબતે ટૂંક સમયમાં પ્રેસ કરી નિર્ણય જાહેર કરાશે, ગૃહ વિભાગ સાથેના સંકલન બાદ યોગ્ય નિર્ણય લેવાશે. 

અસિત વોરાને દૂર કરો, નહીં તો આંદોલન થશે  : યુવરાજસિંહ 

પેપરલીક બાદ રાજ્યમાં તંત્રનું સફાળું જાગ્યું છે અને દોષિતોને પકડવા તંત્ર સજ્જ બન્યું છે, મહત્વનું છે કે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી હતી. આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. બીજી તરફ, યુવરાજસિંહે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે અસિત વોરાને દૂર કરો, નહીં તો ફરી રસ્તા પર આંદોલન થશે.

સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ : યુવરાજસિંહ 

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે કહ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે પરીક્ષા રદ થાય, જ્યાં સુધી આ મુદ્દે તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને તેમના પદથી દૂર કરવામાં આવે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે પેપર લીક કરનારા સૂત્રધારોને રાજકીય નેતાઓનું પીઠબળ છે. અમે અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. જો તેમને દૂર નહીં કરાય તો અમે આંદોલન કરીશું. આ કેસમાં સરકારે દાખલ કરેલી તમામ કલમો હળવી છે. આરોપીઓ સામે રાજદ્રોહની કલમો લગાવવી જોઈએ.

40 ઉમેદવારો સુધી પહોંચ્યું હતું પેપર 

હેડ ક્લાર્કમાં કુલ 186 જગ્યા પર ભરતી પ્રક્રિયા પર અંદાજે 80 હજાર લોકોએ ઉમેદવારી નોંધાવી હતી અને આ પરીક્ષામાં ભાગ લીધો હતો પરતું પેપરકાંડ સામે આવ્યો અને આગલા દિવસે જ પેપર ફુંટી ગયું હતું, આ પેપર 40 ઉમેદવાર સુધી આ પેપર પહોંચ્યું હોવાનું સામે આવ્યું સામે આવ્યું છે. 

પેપર કાંડ બહાર ન આવ્યું હોત તો.. 

જો પેપર લીક થયાની બાબત સામે ન આવી હોત તો આ વિગત પણ સામે ન આવી હોત અને આ 40 લોકો નક્કી પાસ થઈ ગયા હોત.  એક સંભાવના એવી પણ કહી શકાય કે જો આ કાંડ બહાર ન આવ્યો હોત તો તમામ સીટો પર કદાચ કૌભાંડી ઉમેદવારો જ સિલેકટ થયા હોત. કારણ કે 40 લોકો સુધી પેપર પહોંચ્યાનો તો અધિકૃત આંકડો બહાર આવ્યો છે. ઉમેદવારોએ માગણી કરી હતી કે જો આવું થયું હોય તો અંદાજે 88 હજાર ઉમેદવારોએ અંદાજે 100 કે સવાસો સીટો પર લડવાનું થાય. મહત્વનું છે કે 88 હજાર જેટલા ઉમેદવારોએ હેડ ક્લાર્કની આપી હતી પરીક્ષા હવે આ પેપરકાંડ બહાર આવતા પરીક્ષા આપનાર ઉમેદવારો નિરાશ વ્યાપી ગઈ છે અને હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવા આવે તેમજ ફરી પરીક્ષા યોજવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Accused Exam head clerk paper leak case આરોપીઓ ઘટનાક્રમ પોલીસ તપાસ હેડ ક્લાર્ક પેપર લીક paper leak case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ