બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / He took a selfie kissing the girl on her birthday, threatened to make it viral and raped her many times
Vishal Khamar
Last Updated: 11:34 PM, 10 December 2022
ADVERTISEMENT
મહારાષ્ટ્રના મુંબઈમાં યુવતીને સેલ્ફી દ્વારા બ્લેકમેલ કરીને અનેક વખત બળાત્કાર ગુજારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ કેસમાં 17 વર્ષના છોકરીની અટકાયત કરી છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ શનિવારે માહિતી આપતા કહ્યું કે પીડિત છોકરી અને છોકરો એકબીજાને ઓળખે છે. છોકરાએ 10 ઓક્ટોમ્બરે બાંદ્રાના કાર્ટર રોડ વિસ્તારમાં તેના જન્મદિવસની ઉજવણી દરમિયાન છોકરીને ચુંબન કરતી સેલ્ફી લીધી હતી.
સગીરા સાથે મારપીટ કરી
ખાર પોલીસ સ્ટેશનના એક અધિકારી જણાવ્યું હતું કે આ સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપીને આરોપીએ 10 ઓક્ટોમ્બરથી 26 નવેમ્બર સુધી 17 વર્ષીય કિશોરી સાથે કેટલીય વખત દુષ્કર્મ કર્યું. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે છોકરી કોલેજ પહોંચી અને તેની સાથે જવાની ના પાડતા છોકરાએ યુવતિ સાથે મારપીટ કરી હતી.
ADVERTISEMENT
પોલીસે ફરિયાદ નોંધી ટ્રાન્સફર કરી
પોલીસ અધિકારીએ કહ્યું કે પીડિતાનાં એક માત્રએ મારપીટ બાબતે યુવતિના માતા-પિતાના જાણ કરી હતી. આ બાબતે પૂછતા પીડીતાએ આખી વાત કહી જે બાદ પરિવારજનો ખેરવાડી પોલીસ મથકે પહોચ્યા. પરંતુ આ ઘટના કાર્ટર રોડ પર બની હતી. જે ખાર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. ત્યારે અમે આ ફરિયાદ ટ્રાન્સફર કરી દીધી છે.
આરોપીને બાળગૃમાં મોકલવામાં આવ્યો
અધિકારીએ જણાવ્યું કે આરોપી કિશોરને શુક્રવારે તેના ઘરેથી ઝડપી લેવામાં આવ્યો છે અને તેની સામે ભારતીય દંડ સંહિતાની સબંધિત કલમો અને બાળકોના જાતીય અપરાધોથી રક્ષણ અધિનિયમ હેઠળ બળાત્કાર અને અન્ય ગુનાઓ માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ખાપ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે આરોપીને ડોંગરી બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.