ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકના ખાતા ધારકો માટે સારાં સમાચાર છે. બેંક તેના ગ્રાહકોને 10 લાખ રૂપિયા આપી રહી છે. જાણો વિગતો.
એચડીએફસી બેંકના ખાતા ધારકો માટે સારાં સમાચાર
બેંક તેના ગ્રાહકોને 10 લાખ રૂપિયા આપી રહી છે
આ ગ્રાહકોને મળશે મોટો ફાયદો
જો તમને પણ તમારા વ્યવસાય માટે રોકડની જરૂર હોય તો હવે તમે કોઈ પુરાવા બતાવ્યા વિના 10 લાખ રૂપિયા (ઓવરડ્રાફ્ટ સુવિધા) મળી શકશે. તમને જણાવી દઈએ કે આ માટે તમારે ફક્ત 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ આપવું પડશે. નાના રિટેલરોને ધ્યાનમાં રાખીને બેંકે આ વિશેષ સુવિધા આપી છે. કોરોના સંકટમાં રોકડના અભાવે ઘણાં લોકોના ધંધામાં ભારે હાલાકી પડી રહી છે. આ વિશેષ સુવિધા માટે બેંકે સીએસસી એસપીવી સાથે પાર્ટનરશિપ કરી છે. બેંકે આ સ્કીમનું નામ દુકાનદાર ઓવરડ્રાફ્ટ સ્કીમ રાખ્યું છે. આ સુવિધાનો ફાયદો પૈસાની અછતનો સામનો કરી રહેલાં ગ્રાહકોને મળશે.
કયા ગ્રાહકોને મળશે ફાયદો
દુકાનદાર ઓવરડ્રાફટ યોજનાનો લાભ એવા રિટેલર્સને મળશે જેમનો ધંધો ઓછામાં ઓછા છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યો છે. આ સુવિધા અંતર્ગત તમે ઓછામાં ઓછા 50,000 રૂપિયા અને વધુમાં વધુ 10 લાખ રૂપિયા લઈ શકો છો. બેંકે જણાવ્યું કે રિટેલર્સ, દુકાનદારો અને ગામડાઓના ઉદ્યમીઓ આ સુવિધાનો લાભ લઈ શકે છે.
આ સુવિધા ગેરંટી વિના મળશે
આ યોજનાની સૌથી અગત્યની બાબત એ છે કે ગ્રાહકે બેંકને કોઈપણ પ્રકારની સિક્યોરિટી અથવા ગેરંટી બતાવવાની રહેશે નહીં. આ સાથે, આ યોજનાનો લાભ લેવા માટે વ્યવસાયિક નાણાકીય અને આવકવેરા વળતરની જરૂર રહેશે નહીં.
ઓછાં પેપરવર્ક સાથે મળશે સુવિધા
આ સાથે જ તમારે આ યોજના લેવા માટે બહુ લાંબુ પેપરવર્ક કરવાની પણ જરૂર રહેશે નહીં. બેંકે તેની પ્રક્રિયા માટે ઓછામાં ઓછા પેપરવર્કનું કામ રાખ્યું છે, જેથી ગ્રાહકોને ઓછા સમયમાં આ સુવિધા મળી શકે.