બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / hdfc bank alert for customer credit card services on ivr netbanking phone banking to stop in this period hdfc maintenance alert
Krupa
Last Updated: 10:36 AM, 16 January 2020
ADVERTISEMENT
જો તમારું ખાતું દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક એચડીએફસી બેંકમાં છે તો પોતાના નાણાંકીય લેણદેણના કામ ૨ દિવસોમાં પતાવી દો, નહીં તો તમારે સમસ્યાનો સામનો કરવો પડશે. HDFC બેંકે પોતાના ગ્રાહકોને એસએમએસ કરીને એલર્ટ કર્યું છે.
૧૧ કલાક બંધ રહેશે આ સર્વિસ
HDFC બેંકે પોતાના તમામ ગ્રાહકોને સૂચિત કર્યું છે કે શેડ્યૂલ મેન્ટેનેન્સના કારણે ૧૮ જાન્યુઆરી ૨૦૨૦ રાતે ૧ વાગ્યાથી બપોરે ૧૨ કલાક સુધી નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, ફોન બેંકિંગ અને IVR પર ક્રેડિટ કાર્ડ સર્વિસ બંધ રહેશે. બેંક હંમેશા પોતાના ગ્રાહકોને સુરક્ષિત ટ્રાન્ઝેક્શન કરવા માટે નિર્ધારિત સૂચનો માટે એલર્ટ મોકલતી રહે છે.
ADVERTISEMENT
ના આપશો કોઇને આ જાણકારી
બેંકે તાજેતરમાં જ એક ટ્વિટ કરીને લખ્યું છે કે અમે તમામ ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે ક્યારેય પણ કોઇને પોતાનો પાસવર્ડ અને બેંક ડિટેલની જાણકારી ના આપશો, બેંક ક્યારેય પણ આવી જાણકારી માંગતુ નથી. ખુદને સુરક્ષિત રાખો.
ગત મહિને થઇ હતી ટેકનીકલ ખામી
જણાવી દઇએ કે ગત મહિને ટેકનીકલ ખામીના કારણે HDFC બેંકની મોબાઇલ એપ અને નેટ બેંકિંગ સુવિધા ૨ દિવસ સુધી ઠપ્પ થઇ ગઇ હતી, જેના કારણે બેંકના લાખો ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. બેંક ટ્વિચ કરીને લખ્યું હતું કે ટેકનીકલ ખામીના કારણે સર્વિસ પ્રભાવિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.