બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / HDFC બેંકના ગ્રાહકો માટે કામના સમાચાર, ફરી એકવાર ક્રેડિટ કાર્ડના નિયમોમાં કરાયો બદલાવ

તમારા કામનું.. / HDFC બેંકના ગ્રાહકો માટે કામના સમાચાર, ફરી એકવાર ક્રેડિટ કાર્ડના નિયમોમાં કરાયો બદલાવ

Last Updated: 04:35 PM, 6 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HDFC બેંકે 1 ઓગસ્ટથી ક્રેડિટ કાર્ડ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કર્યા હતા. હવે યુટિલિટી ટ્રાન્ઝેક્શન અને એજ્યુકેશન પેમેન્ટના નિયમોમાં ફરીથી ફેરફાર કરવામાં આવ્યા છે.

જો તમારી પાસે દેશની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટરની બેંક HDFC Bankનું ક્રેડિટ કાર્ડ છે. તો આ ખબર તમારા માટે છે. હકીકતે, મહિનાની પહેલી તારીખથી HDFC Bank ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમ બદલવા જઈ રહ્યા છે.બેંક હવે તેના ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પ્રોગ્રામમાં ઘણા ફેરફારો કરવા જઈ રહી છે. નવા નિયમો 1 સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે. આ કારણે તમને યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર દર મહિને માત્ર 2000 રિવોર્ડ પોઈન્ટ્સ મળશે. આ સિવાય એજ્યુકેશન પેમેન્ટ પર રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં. આ પહેલા પણ ઘણી બેંકોએ કોમર્શિયલ અને બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં પર્સનલ કાર્ડનો ઉપયોગ રોકવા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે.

hdfc-bank.jpg

1લી ઓગસ્ટથી ક્રેડિટ કાર્ડના નિયમો બદલવામાં આવ્યા

HDFC બેંકે 1 ઓગસ્ટથી ક્રેડિટ કાર્ડ પર ઘણા નવા નિયમો બદલ્યા છે. જેમાં 50 હજાર રૂપિયાથી વધુના યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર 1 ટકા ફી લેવામાં આવી રહી છે. આ સિવાય બિઝનેસ કાર્ડ પર આ મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. જો કે, વીમા બિલને યુટિલિટી ટ્રાન્ઝેક્શન ગણવામાં આવતું નથી. હવે એક મહિનામાં મેળવવાના મહત્તમ પોઈન્ટ્સની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત મોબાઈલ અને કેબલ બિલ પર એક મહિનામાં 2000 રિવોર્ડ પોઈન્ટની મર્યાદા પણ લાદવામાં આવી છે.

credit_cards-large_trans++y81phnlw26k7kws-prb1cololwozrylj_anljvey95k.jpg

રિવોર્ડ પોઈન્ટ્સ પર મર્યાદા બાદ ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ નહીં થાય

બેંકે માહિતી આપી છે કે ઘણા મામલાઓમાં લોકોએ વ્યવસાય સંબંધિત વ્યવહારો કરવા માટે વ્યક્તિગત ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત અન્ય લોકોના બિલ ચૂકવીને પણ રિવોર્ડ પોઈન્ટ કમાઈ રહ્યા છે. આ સાથે તેમને ખર્ચના આધારે ઑફર્સનો લાભ પણ મળે છે. હવે રિવોર્ડ પોઈન્ટ્સ પર મર્યાદા લાદ્યા બાદ ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ નહીં થાય.

credit card.png

CRED જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા પેમેન્ટ પર તમને લાભ નહીં મળે

HDFC બેંક CRED, Paytm, Cheq અને MobiKwik જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા શિક્ષણ ચુકવણી કરવા માટે કોઈ રિવોર્ડ પોઈન્ટ આપશે નહીં. જો કે, શાળા કે કોલેજની વેબસાઈટ અથવા POS મશીન દ્વારા સીધી ફી ભરવા પર રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે. 1 ઓગસ્ટથી અમલમાં આવેલા ફી પેમેન્ટના નિયમો હેઠળ થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર 1 ટકા ફી લેવામાં આવી રહી છે.

hdfc-app.jpg

હવે આ પેમેન્ટ કરવાથી રિવોર્ડ્સમાં નુકસાન થશે

  • વીજળી અને પાણી જેવા યુટિલિટી બિલો ભરવા પર તમને મહિનામાં 2000 થી વધુ રિવોર્ડ પોઈન્ટ્સ નહીં મળે.
  • ફોન અને કેબલ ટીવી રિચાર્જ કરવા પર પણ તમને 2000 થી વધુ રિવોર્ડ પોઈન્ટ નહીં મળે.
  • ક્રેડ જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા સ્કૂલ અને કોલેજની ફીની ચુકવણી પર રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ રહેશે નહીં.
  • BizBlack Metal Card અને BizPower જેવા બિઝનેસ કાર્ડ દ્વારા સ્કૂલ અને કૉલેજની ફી ભરવા પર રિવોર્ડ પૉઇન્ટ્સ ઉપલબ્ધ રહેશે નહીં.
  • એચડીએફસી બેંકે સ્વિગી અને ટાટાન્યૂ જેવા કો-બ્રાન્ડેડ કાર્ડ્સ અને ઇન્ફિનિયા જેવા પ્રીમિયમ કાર્ડ્સ પર પણ નવા નિયમો લાગુ કર્યા છે.
  • રિડેમ્પશન મર્યાદામાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે

વધુ વાંચો : Fastagના આ નિયમોની ભૂલથી પણ અવગણના ન કરતા, જાણો કયા-કયા મહત્વના ફેરફારો થયા

  • આ ઉપરાંત 1 ઓક્ટોબરથી Infinia કાર્ડ પર એક ક્વાર્ટરમાં તનિષ્ક વાઉચર પર માત્ર 50 હજાર રિવોર્ડ પોઈન્ટ્સ જ ખર્ચી શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

creditcardrules HDFCBank creditcard
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ