બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / HCA Awards 2023: Before the Oscars, RRR hit Hollywood, SS Rajamouli's roar - My India is great

HCA Awards 2023 / ઑસ્કાર પહેલાં ભારતની મોટી જીત: હવે હોલીવુડમાં વાગ્યો RRRનો ડંકો, એકસાથે 4 કેટેગરીમાં એવોર્ડ કર્યો પોતાને નામ

Megha

Last Updated: 01:42 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HCA Awards 2023: રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર એક્શન મૂવી RRRએ બેસ્ટ એક્શન ફિલ્મ, બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર, બેસ્ટ ઓરીજનલ ગીત અને બેસ્ટ સ્ટન્ટ્સ માટે કુલ ચાર એવોર્ડ જીત્યા છે.

  • ઑસ્કાર પહેલાં ભારતની મોટી જીત
  • હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન એવોર્ડમાં ચાર એવોર્ડ જીત્યા
  • એમ એસ રાજામૌલીની સ્પીચે જીત્યું દિલ 

ભારતની એક ફિલ્મ જેનો ડંકો આખા હોલીવુડમાં વાગી રહ્યો છે તે છે RRR. નિર્દેશક એસએસ રાજામૌલીની આ ફિલ્મને ઓસ્કાર 2023ની નોમિનેશન લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ઓસ્કાર એવોર્ડ્સ આવવામાં હજુ સમય છે, પરંતુ તે પહેલા RRR એ દરેક અન્ય એવોર્ડ શોમાં ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મે વધુ એક પ્રતિષ્ઠિત હોલીવુડ એવોર્ડ જીત્યો છે.

હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન એવોર્ડમાં ચાર એવોર્ડ જીત્યા
રામ ચરણ અને જુનિયર એનટીઆર તેમની ફિલ્મ RRR થી દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ રહ્યા છે. એક તરફ દેશવાસીઓ ઓસ્કાર એવોર્ડ 13 માર્ચની રાહ જોઈ રહ્યા છે કારણ કે ફિલ્મનું ગીત 'નાટુ નાટુ' નોમિનેટ થયું છે પણ એ પહેલા એક સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે આ ફિલ્મે હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન એવોર્ડ 2023માં ચાર એવોર્ડ જીત્યા છે. 

આ કેટેગરીમાં જીત્યા એવોર્ડ 
'RRR'એ શુક્રવારે રાત્રે હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન ફિલ્મ એવોર્ડ્સમાં ચાર એવોર્ડ જીત્યા છે.જણાવી દઈએ કે રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર એક્શન મૂવી માટે બેસ્ટ એક્શન ફિલ્મ, બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર, બેસ્ટ ઓરીજનલ ગીત અને બેસ્ટ સ્ટન્ટ્સ માટે એવોર્ડ જીત્યા છે. આ સાથે જ હોલીવુડ ક્રિટિક્સ એસોસિયેશન એવોર્ડ્સ 2023માં રામ ચરણ એ એવોર્ડ પર પ્રેઝન્ટ કર્યો હતો અને પ્રેઝન્ટર્સની લિસ્ટમાં તેઓ એકલા ભારતીય એકટર હતા. 

એમ એસ રાજામૌલીની સ્પીચે જીત્યું દિલ 
બેસ્ટ એક્શન મૂવી એવોર્ડ જીત્યા પછીની સ્પીચમાં એસએસ રાજામૌલીએ કહ્યું હતું કે, 'મને લાગે છે કે મારે બેકસ્ટેજ પર જઈને તપાસ કરવાની જરૂર છે... મને લાગે છે કે હું પહેલેથી જ મારી પાંખો ઉગાડવાનું શરૂ કરીશ... અન્ય લોકો સાથે! ખુબ ખુબ આભાર! આ એવોર્ડનો ઘણો અર્થ છે! હું શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકું…. એમને પોતાની જીત દેશને સમર્પિત કરતાં કહ્યું કે 'મારું ભારત મહાન'

સંકળાયેલા મુદ્દાઓ

Film RRR HCA Awards 2023 Oscars 2023 SS Rajamouli Film RRR
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ