બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / HC allows custody of 16-yr-old Muslim girl to husband

ન્યાયિક / 15 વર્ષની મુસ્લિમ છોકરી પોતાને મનગમતા છોકરા સાથે લગ્ન કરી શકે- હાઈકોર્ટનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 04:30 PM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપતાં એવું જણાવ્યું છે કે 15 વર્ષની મુસ્લિમ છોકરી પોતાને મનગમતા છોકરા સાથે લગ્ન કરવા સ્વતંત્ર છે.

  • મુસ્લિમ છોકરીના લગ્નની ઉંમરને લઈને હાઈકોર્ટનો મોટો ચુકાદો
  • 15 વર્ષની છોકરી પોતાની પસંદગી પ્રમાણે લગ્ન કરી શકે 
  • પસંદગીના પાત્ર સાથે 15 વર્ષની છોકરીના લગ્ન માન્ય ગણાશે 
  • 16 વર્ષની છોકરીને પતિ સાથે મોકલાવી દેવાઈ 

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે 15 વર્ષની મુસ્લિમ છોકરીને તેની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાની છૂટ આપી છે. 16 વર્ષની છોકરીને તેના પતિને સોંપવાનો આદેશ કરતા હાઈકોર્ટે એવો ચુકાદો જાહેર કર્યો કે 15 વર્ષથી વધુ ઉંમરની મુસ્લિમ છોકરી તેની પસંદગીની કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે અને તેના લગ્નને માન્ય ગણવામાં આવશે. જસ્ટિસ વિકાસ બહલની ડિવિઝન બેન્ચે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ છોકરીની જાતીય પરિપક્વતા સુધી પહોંચવાની અથવા પોતાની જાત સાથે લગ્ન કરવાની ઉંમર 15 વર્ષ છે. કોર્ટે જાવેદ (26) દ્વારા દાખલ કરાયેલી હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી કરી હતી જેમાં તેની 16 વર્ષીય પત્નીને તેની સાથે રહેવાની મંજૂરી આપવાનું જણાવાયું હતું. કોર્ટે જાવેદની અરજી સ્વીકારી લેતા આવો આદેશ આપ્યો હતો અને 16 વર્ષની પત્નીને પતિ સાથે રહેવા જવાનું જણાવ્યું હતું. 

છોકરીના મરજીથી થયેલા લગ્નને ગેરકાયદેસર ન ગણી શકાય 
હાઈકોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં બાળ લગ્ન કાયદા હેઠળ આવા લગ્ન પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. જો 16 વર્ષની મુસ્લિમ યુવતીએ પોતાની મરજીથી લગ્ન કર્યા હોય તો તેને ગેરકાયદેસર ગણી શકાય નહીં. આવી સ્થિતિમાં યુવતીની કસ્ટડી તેના પતિને આપવી જોઈએ. અરજદારે એવી રજૂઆત કરી હતી કે તેમના લગ્ન સમયે તેમની પત્નીની ઉંમર 16 વર્ષથી વધુ હતી અને લગ્ન તેમની પોતાની મરજીથી અને કોઈપણ દબાણ વગર થયા હતા.

અરજદારે પત્ની સાથે રહેવાની પરવાનગી માંગી હતી.
અરજદારે તેના વકીલ દ્વારા રજૂઆત કરી હતી કે બંને મુસ્લિમ છે અને તેઓએ 27 જુલાઈના રોજ અહીં મણિ મજરા સ્થિત મસ્જિદમાં લગ્ન કર્યા હતા. યુનુસ ખાન વિરુદ્ધ હરિયાણા રાજ્યમાં હાઈકોર્ટની કોઓર્ડિનેશન બેંચના ચુકાદા પર આધાર રાખીને, અરજદારના વકીલે દલીલ કરી હતી કે છોકરીને અરજદાર સાથે રહેવાની મંજૂરી આપવી જોઈએ. જોકે, સરકારી વકીલે અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સગીરાને તેના પતિને ન સોંપી શકાય પરંતુ હાઈકોર્ટે સરકારી વકીલને અરજી ફગાવી દીધી હતી અને પત્નીને પતિને સોંપી દીધી હતી.  

સંકળાયેલા મુદ્દાઓ

HC Punjab And Haryana HC news Punjab And Haryana highcourt પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટ હાઈકોર્ટ ન્યૂઝ HC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ