બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ભારત-પાક તણાવ વચ્ચે હજીરાની કંપનીઓને સાવચેત રહેવા જણાવાયું, જામનગરમાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

એલર્ટ / ભારત-પાક તણાવ વચ્ચે હજીરાની કંપનીઓને સાવચેત રહેવા જણાવાયું, જામનગરમાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

Last Updated: 08:34 AM, 9 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત અને જામનગર બન્ને જિલ્લાઓમાં દરેક પરસ્થિતિ પર ચાંપતી નજર રખાઇ રહી છે. સુરતના હજીરા વિસ્તારની તમામ મોટી ઈન્ડીસ્ટ્રીઝ કંપીનીઓ એલર્ટ કરાઇ છે, તો જામનગરમાં વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેવું જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું.

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સુરત પોલીસ એલર્ટ છે. ગુજરાતમાં 18 જિલ્લામાં સુરતને પણ એલર્ટ કરાયું છે. સુરતના હજીરા દરિયા કિનારે પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત છે. હજીરા વિસ્તારની તમામ મોટી ઈન્ડીસ્ટ્રીઝ કંપીનીઓ એલર્ટ કરાઇ છે. હજીરા રોડ પર પોલીસે તમામ ગાડીઓનું ચેકિંગ શરૂ કર્યું છે. સુરતની તમામ પોલીસની ટીમને એલર્ટ રહેવા આદેશ કરાયો છે.

આ તરફ જામનગરમાં પણ ઉચ્ચ અધિકારીઓ હાલની તણાવભરી પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.. જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે તેવું જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલ કરશે મોટી બેઠક, આ જિલ્લાઓની સ્થિતિ અંગે તાગ મેળવશે, સતર્કતાના સૂચન

તેમણે કહ્યું કે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે . જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા પણ અનુરોધ કર્યો અને સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સંપર્ક કરવા અપીલ કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India-Pak Tension Jamnagar Collector Assured Security Hajira Industries Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ