બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવાના અનેક ફાયદા, રિસર્ચમાં ખુલાસો

કામની વાત / પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવાના અનેક ફાયદા, રિસર્ચમાં ખુલાસો

Last Updated: 06:00 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓની વાત કરીએ તો એક સંશોધનમાં 30 મહિલાઓએ સ્વીકાર્યું કે તેમને પરિયડ્સ દરમ્યાન શારીરિક સંબંધથી તેમને દુખાવામાં રાહત થાય છે

શારીરિક સંબંધ માત્ર જાતિય આનંદ નથી આપતો સાથે-સાથે તમારા સ્વાસ્થ્યને પણ અનેક ફાયદા પહોંચાડે છે. ખાસ કરીને મહિલાઓની વાત કરીએ તો એક સંશોધનમાં 30 મહિલાઓએ સ્વીકાર્યું કે તેમને પરિયડ્સ દરમ્યાન શારીરિક સંબંધથી તેમને દુખાવામાં રાહત થાય છે

હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે

શારીરિક સંબંધથી હૃદયનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. અમેરિકન જર્નલ ઑફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, જે પુરુષો અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત તેમના પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધે છે. તેમને સ્ટ્રોક અને હૃદય રોગનું જોખમ ઓછું હોય છે. જે લોકો મહિનામાં એક વાર આવું કરે છે તેમને સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. 

પીરિયડ્સ દરમિયાન દુખાવો અને ખેંચાણ

જે મહિલાઓ પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ રાખે છે તેમને દુખાવો અને ખેંચાણથી રાહત મળે છે. વુમાનીડર નામની કંપનીએ તાજેતરમાં એક સંશોધન કર્યું હતું, જે મુજબ 31 ટકા મહિલાઓએ કહ્યું હતું કે આનાથી દર્દમાં રાહત મળે છે. 

સ્ટ્રેસ અને બીપી કંટ્રોલમાં રાખે છે

શારીરિક સંબંધ બાંધવાથી શરીરમાં એન્ડોર્ફિન નામના હોર્મોનને પ્રોત્સાહન મળે છે. જેના કારણે તે કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન્સને પણ ઘટે છે. આ સિવાય કેટલાક એવા હોર્મોન્સ છે જે બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે રાત્રે શારીરિક સંબંધ બાંધો છો, તો સિસ્ટોલિક હોર્મોન બીપીનું સ્તર ઘટાડે છે. જેના કારણે તમને સારું લાગશે. 

પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડે છે

આ ખાસ પ્રકારનું રિસર્ચ લગભગ 32 હજાર પુરુષો પર કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે આ પુરુષો મહિનામાં 21 થી વધુ વખત સ્ખલન કરે છે. બીજી તરફ જે પુરુષો દર મહિને 4-7 વખત સ્ખલન કરે છે તેમનામાં પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા 20 ટકા વધી જાય છે. 

સારી ઊંઘ

શારીરિક સંબંધ એ શરીર માટે એક પ્રકારની કસરત છે. તેનાથી તમે તાજગી અનુભવો છો. આના કારણે શરીરમાં ઓક્સીટોસિન, પ્રોલેક્ટીન અને એન્ડોર્ફિન નામના હોર્મોન્સનું સ્તર વધે છે. જેના કારણે વ્યક્તિને સારી ઊંઘ આવે છે અને શરીર ખૂબ જ રિલેક્સ રહે છે. 

સ્વસ્થ અને ચમકદાર ત્વચા

શારીરિક સંબંધને કારણે હૃદયના ધબકારા વધી જાય છે. જેના કારણે ચહેરા પર ગ્લો વધે છે. આના કારણે, તમારી રક્તવાહિનીઓ વિસ્તરે છે અને તમારા ચહેરાનો રંગ સુધરે છે અને ગુલાબી થઈ જાય છે. તેના અન્ય ફાયદા પણ છે.

આ પણ વાંચોઃ ફેમિના મિસ ઈન્ડિયાને ડિજિટલ અરેસ્ટ કરી આચરી છેતરપિંડી, CBI અધિકારીના નામે રૂપિયા પડાવ્યા

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

During Periods Benefits Physical Relation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ