બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / having much turmeric can also be harmful for health

તમારા કામનું / ભોજનમાં હળદર નાંખતી વખતે ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલ, આયુર્વેદિક દવા બની જશે સજા

Khevna

Last Updated: 04:48 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધારે માત્રામાં હળદરનાં સેવનથી પણ ઘણા નુકસાન થાય છે. જાણો આ નુકસાન વિષે વિગતવાર

  • હળદરમાં ઔષધીય ગુણો હોય છે 
  • વધારે માત્રામાં હળદરનાં સેવનથી કીડની સ્ટોન થાય છે 
  • ઉલ્ટીની પણ સમસ્યા વધારે પડતા હળદરનાં સેવનથી થાય છે 

હળદરમાં ઔષધીય ગુણો હોય છે 

હળદરને ભારતીય કિચનનો સૌથી પસંદ કરાતો મસાલો કહેવામાં આવે તો એ ખોટું નહીં હોય. મોટાભાગના શાક અને મસાલેદાર વાનગીઓમાં તેનો ઉપયોગ થાય છે. હળદરનાં ફાયદાઓ તો આપને સૌ જાણીએ છીએ. તે આપની સ્કીન માટે ફાયદાકારક છે અને એટલા માટે જ કેટલીક બ્યૂટી પ્રોડક્ટ્સમાં પણ હળદરનો ઉપયોગ થાય છે. હળદરને એક આયુર્વેદિક ઔષધિ પણ માનવામાં આવે છે. મોટેભાગે ઈજા થવા પર આપણે મસાલાનાં લેપ ઇફેક્ટેડ એરીયાઝમાં લગાવીએ છીએ, પરંતુ તે દવા સજા પણ બની શકે છે, જો આપને તેનો સીમિત માત્રામાં ઉપયોગ ન કરીએ તો. 

ક્યારેય ન કરો વધારે માત્રામાં હળદરનું સેવન 
ગ્રેટર નોઇડાનાં GIMS હોસ્પિટલમાં કામ કરતા મશહૂર ડાઈટીશિયન ડૉ. આયુષી યાદવે જણાવ્યું કે આ વાતમાં કોઈ શંકા નથી કે હળદરમાં ઔષધીય ગુણો હાજર છે, પણ કોઈપણ વસ્તુનો જરૂરીયાત કરતા વધારે ઉપયોગ નુકસાન જ પહોંચાડે છે. આવો જાણીએ કે હળદરનું વધારે માત્રામાં સેવન શા માટે ન કરવું જોઈએ. 

હળદરનું વધારે માત્રામાં સેવન કેટલું નુકસાનકારક?
હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડન્ટ પ્રોપર્ટીઝ મળે છે, જેના માધ્યમથી tam ઘણી બીમારીઓથી રાહત મેળવી શકો છો, પરંતુ વધારે પડતા હળદરનાં સેવનથી તમને પેટ સાથે જોડાયેલી બીમારી કે ચક્કર આવવાની પણ સમસ્યા પેદા થઇ શકે છે. એક હેલ્ધી અડલ્ટે રોજ એક ચમચી કરતા વધારે હળદરનું સેવન ન કરવું જોઈએ. 

વધારે હળદર ખાવાના નુકસાન 

1. કીડની સ્ટોન 


હળદરનાં વધારરે સેવનથી આપણી કીડનીને પણ નુકસાન પહોંચે છે, કેમકે આ મસાલામાં ઓક્સ્લેટ નામક પદાર્થ હોય છે, જે શરીરમાં કેલ્શિયમને ભળવાથી અટકાવે છે અને પછી તે કડક થઇ જાય છે અને કીડની સ્ટોનની તકલીફ થાય છે. 

2. ઉલ્ટી 


હળદરમાં કરકયૂમીન નામના પદાર્થને કારણે ડાયજેશનમાં સમસ્યા પેદા થઇ જાય છે. પેટમાં ગરબડ થવા પર ઉલ્ટી અથવા કબજીયાત જેવી સમસ્યા પણ પેદા થઇ શકે છે. એટલા માટે હળદરનું પૂરતી માત્રામાં જ સેવન કરવું જોઈએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Health lifestyle turmeric હળદર Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ