Haven't taken the booster dose yet? So don't worry, this is how you can get the vaccine at home
કોરોનાથી સાવધાન! /
શું હજુ સુધી તમે બુસ્ટર ડોઝ નથી લીધો? તો ફટાફટ ઘરે બેઠાં જ બુક કરાવી શકશો, જાણો ઓનલાઇન પ્રોસેસ
Team VTV09:37 AM, 24 Dec 22
| Updated: 11:39 AM, 24 Dec 22
દરેક રાજ્યોને એ સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે કે તમામ લોકો પ્રીકોક્શન એટલે કે બૂસ્ટર ડોઝ લઈ લે અને માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા પણ કહેવામાં આવ્યું છે.
ચીનમાં કોરોનાએ કહેર મચાવવાનું શરૂ કરતા ભારત અલર્ટ
હાલની સ્થિતિ જોતાં બૂસ્ટર ડોઝની લગાવી લેવો જોઈએ
ઘરે બેસીને બૂસ્ટર ડોઝ કેવી રીતે બુક કરી શકો છો? જાણીએ
હજુ દુનિયા 2019માં આવેલ વાયરસને ભૂલ્યું નથી ત્યારે ફરી ચીનમાં કોરોનાના વધતા જતા કેસોએ સમગ્ર વિશ્વને ચિંતિત કરી દીધું છે. ચીનમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. કોરોનાના BF 7 વેરિયન્ટએ વિશ્વ આખામાં ઉપાધિ ઉભી કરી છે. ચીનમાં દિન પ્રતિદિન કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ચીનમાં એક અઠવાડિયામાં કોરોનાની ટોચ આવી શકે છે. એક સ્વાસ્થ્ય અધિકારીનું કહેવું છે કે કોરોનાના કેસ એટલો વધી જશે કે ચીનની જાહેર આરોગ્ય વ્યવસ્થા પતનની આરે પહોંચી જશે. ચીનમાં કોરોનાએ કહેર મચાવવાનું શરૂ કરતા હવે દેશ અને ગુજરાતમાં પણ કોરોનાનો હાઉ ઉભો થયો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ભારતના તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં આરોગ્ય મંત્રીએ તમામ રાજ્યોને એલર્ટ રહેવા જણાવ્યું હતું આવી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર પણ એલર્ટ મોડમાં કામ કરી રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને આવનાર દિવસોમાં તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ ધ્યાન આપવાની અપીલ કરી હતી અને આ સાથે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ભાર મૂકવાની પણ સલાહ આપવામાં આવી છે. ઉપરાંત દરેક રાજ્યોને એ સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું છે કે તમામ લોકો પ્રીકોક્શન એટલે કે બૂસ્ટર ડોઝ લઈ લે અને લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા પણ કહેવામાં આવ્યું છે.
પહેલેથી જ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી અને એમની સાથે દેશ-વિદેશના એકપર્ટ્સ એક જ વાત કરી રહ્યા છે કે રસીના બે ડોઝ પછી, બૂસ્ટર ડોઝ લેવો જોઈએ. એવામાં ભારતમાં રસીના પહેલા ડોઝના 220 કરોડથી વધુ શોટ્સ તો બીજા ડોઝ માટે 103 કરોડ શોટ આપવામાં આવ્યા છે. એક રીતે જોવા જઈએ તો ભારતમાં મોટાભાગની વસ્તીને રસીના બે ડોઝ મળ્યા છે પણ જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટની આવ્યો હતો ત્યારે બૂસ્ટર ડોઝની જરૂરિયાત જાતવવામાં આવી હતી ત્યારથી છેલ્લા 10-11 મહિનામાં માત્ર 22 કરોડ લોકોને જ બૂસ્ટર ડોઝ મળ્યો હતો.
અત્યારની સ્થિતિને જોતાં જો તમે પણ હજુ સુધી બૂસ્ટર ડોઝ નથી લીધો તો તમે તેને સરળતાથી બુક કરીને મેળવી શકો છો. આ સાથે એ ખાસ જાણવાનું રહ્યું કે પહેલા બે ડોઝ જે વેક્સિનના લીધા છે બૂસ્ટર ડોઝ પણ તેનો જ લગાવવો. ચાલો આજે અમે તમને જણાવી કે કે ઘરે બેસીને બૂસ્ટર ડોઝ કેવી રીતે બુક કરી શકો છો.
-બૂસ્ટર ડોઝ માટે તમે CoWIN વેબસાઇટ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા તમારી બૂસ્ટર વેક્સિનની એપોઇન્ટમેન્ટ ઓનલાઈન બુક કરી શકો છો.
-CoWIN સાથે વેકસીનેશન બુક કરવા માટે કોઈપણ વેબ બ્રાઉઝર પર ઓફિશિયલ પોર્ટલ ખોલો.
-રજીસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને વેબસાઈટ પર લોગીન કરો. ખાસ જણાવી દઈએ કે એ જ મોબાઈલ નંબર દાખલ કરવો જે રસીના પહેલા બે ડોઝ લેતી વખતે નોંધાયેલ હતો.
-CoWIN વેબસાઇટ પર પહેલાના ડોઝનું રસી પ્રમાણપત્ર પણ મેળવી શકો છો. .
- હવે બૂસ્ટર ડોઝ બુક કરવા માટે, પહેલા તપાસો કે તમે તે લઈ શકશો કે કેમ, કારણ કે બીજા ડોઝના 9 મહિના પછી જ બૂસ્ટર શોટ લઈ શકો છો.
- જો તમે બૂસ્ટર શોટ માટે લાયક છો, તો સૂચનાની બાજુમાં શેડ્યૂલ વિકલ્પ પર ક્લિક કરો.
- ઉપલબ્ધ રસીકરણ કેન્દ્રો શોધવા માટે પિનકોડ અથવા જિલ્લાનું નામ દાખલ કરો.
- એ પછી રસીકરણ કેન્દ્ર તપાસો અને તારીખ અને સમય પસંદ કરીને એપોઇન્ટમેન્ટ બુક કરો.
- જો પ્રાઈવેટ સેન્ટરો પરથી એપોઈન્ટમેન્ટ બુક કરાવતા હોવ તો તમારે ડોઝ માટે પૈસા ચૂકવવા પડશે પણ સરકારી કેન્દ્રો પર મફતમાં બુસ્ટર ડોઝ મેળવી શકો છો