બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Have not done any pre-plan for tax saving yet So complete this work before March 31

કામની વાત / શું હજુ સુધી Tax Savingને લઇને નથી કર્યો કોઇ પ્રિ-પ્લાન! તો ફટાફટ 31 માર્ચ પહેલાં પૂર્ણ કરો આ કામ

Arohi

Last Updated: 12:23 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈનકમ ટેક્સથી બચવા માટે ટેક્સપેયર્સ અલગ અલગ રીતો શોધતા હોય છે. ઘણી વખત તે ખોટા વિકલ્પ પણ પસંદ કરી લે છે. જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

  • આ છે ટેક્સ સેવિંગની સિમ્પલ રીત 
  • ટેક્સ સેવિંગ્સને લઈને આ રીતે કરો પ્રિ-પ્લાન 
  • 31 માર્ચ પહેલા પૂર્ણ કરી લો આ કામ 

હાલનું નાણાકીય વર્ષ પુરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે. માટે લોકો અત્યારથી જ પોતાના ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરવામાં લાગી ગયા છે. ખાસ કરીને ટેક્સપેયર્સ ટેક્સ સેવિંગ માટે એકદમ છેલ્લા સમયમાં રોકાણ કરે છે. જો તમે અત્યાર સુધી ટેક્સ સેવિંગ માટે કોઈ પ્લાનિંગ નથી કરી તો સમય પસાર કર્યા વગર આ કામ પુરૂ કરી લો. 

તમે થોડી પ્લાનિંગ અને જાણકારીની સાથે મહત્વપૂર્ણ બચત કરી શકો છો. ટેક્સ સેવિંગ માટે તમે કોઈ પણ પ્રકાપની પ્લાનિંગ કરી શકો છો. આવો સમજીયે તેના વિશે. 

31 માર્ચ સુધી કરો રોકાણ 
ટેક્સ સેવિંગ માટે પૈસા બચાવવાની સાથે સાથે તમે પોતાની ફાઈનાન્સિયલ પોર્ટફોલિયોને વધારે સારી બનાવી શકો છો. તમે ટેક્સ સેવિંગ્સ સ્કીમાં 31 માર્ચ સુધી રોકાણ કરી આઈટીઆર માટે ડિડક્શન ક્લેમ કરી શકો છો. એક રિપોર્ટ અનુસાર બજાજ કેપિટલના સીઈઓ કામાયની અનુરૂદ્ધ નાગરે અમુક લોકપ્રિય સ્કીમો વિશે જણાવ્યું છે. 

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) 
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક લોન્ગ ટર્મ રોકાણ વિકલ્પ છે. PPF પર હાલ 7.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં તમે રોકાણ કરીને ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ PPFમાં વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી ટેક્સ છૂટ મેળવી શકો છો. PPFમાં રોકાણ પર સરકાર ગેરેન્ટી આપી રહી છે એટલે કે પૈસા નહીં ડૂબે. 

ઈક્વિટી-લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS)
ELSS એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ છે જે મુખ્ય રીતે કંપનીઓના ઈક્વિટી શેરમાં રોકાણ કરે છે. આ યોજનાઓનો લોક-ઈન પીરિયડ 3 વર્ષ છે અને આયકર અધિનિયમની કલમ 80C હેઠળ ટેક્સ ડિડક્શનનો વિકલ્પ ઉપલબ્ધ છે. ELSSમાં એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા રોકાણ કરી શકાય છે. 

જીવન વિમા પોલિસી 
તમે જીવન વિમા પોલિસી ખરીદીને આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ ટેક્સ સેવિંગ માટે ક્લેમ કરી શકો છો. જીવન વીમાની પોલિસીમાં એક નાણાકીય વર્ષમાં રોકાણ કરીને મેક્સિમમ લિમિટ 1.5 લાખ રૂપિયા છે. 

નેશનલ પેન્શન સિસ્ટમ 
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં પણ રોકાણ પર ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે. તેમાં વાર્ષિક 1.5 લાખ અને કલમ 80CCD(1B) હેઠળ વધુ 50 હજાર રૂપિયાનું પણ રોકાણ કરી શકો છો. NPSમાં રોકાણ કરી તમે આવકવેરામાં કુલ 2 લાખ રૂપિયાની છૂટનો ફાયદો લઈ શકો છો. 

હેલ્થ ઈન્શ્યોરન્સ 
કોવિડ-19 મહામારી બાદ હેલ્થ ઈન્શ્યોરન્સ આપણા પોર્ટફોલિયોનો મુખ્ય ભાગ બની ગયો છે. હેલ્થ ઈન્શ્યોરન્સનો ફાયદો એ છે કે તમારે પ્રીમિયમ પર ઈનકમ ટેક્સ ડિડક્શનનો લાભ મળે છે. તમે પોતાના પરિવાર સહિત પોતાના માટે સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદીને ટેક્સ સેવિંગ કરી શકો છો. 

આવકવેરા અધિનિયમની કલમ 80ડી હેઠળ તમારા જીવનસાથી અને બાળકો સહિત સ્વયં માટે સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમની ચુકવણી માટે 25,000 રૂપિયા સુધીની કપાત ક્લેમ કરી શકો છો. ત્યાં જ જો તમે પોતાના માત-પિતા માટે સ્વાસ્થ્ય વીમો ખરીદી રહ્યા છો તો 50,000 રૂપિયાથી વધારે રકમ બચાવી શકો છો. 

હોમ લોન 
જો હોમ લોન લીધી છે તો કઈ રીતે આવકવેરા છૂટનો લાભ મળશે? જો હોમ લોન ચાલી રહી છે તો પછી આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કિંમતની કપાત માટે ક્લેમ કરી શકાય છે. તે ઉપરાંત હોમ લોન પર ચુકવવામાં આવેલા વ્યાજ પર સેક્શન 24B હેઠળ 2 લાખ રૂપિયા સુધીથી વધારેની ટેક્સ છૂટ પણ મળે છે. તેનો મતલબ છે કે કુલ 3.5 લાખ રૂપિયા સુધી ટેક્સ બેનિફિટ્સ લઈ શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

ITR Tax tax saving ઈનકમ ટેક્સ ટેક્સ સેવિંગ તમારા કામનું tax saving
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ