આ છે દુનિયાના મોસ્ટ હોન્ટેડ રેલવે સ્ટેશન, ભારતના આ સ્ટેશનનો પણ સમાવેશ

By : krupamehta 06:20 PM, 16 April 2018 | Updated : 06:20 PM, 16 April 2018
તમે કોઇ રેલ્વે સ્ટેશન પર ઊભા રહીને ટ્રેનની રાહ જોઇ રહ્યા છો. એવામાં તમને એમ થાય છે કે કોઇ તમારી પાછળ ઊભું રહ્યું છે. અને તમે પાછળ ફરીને જોવો છો પણ કોઇ દેખાતું નથી, પરંતુ તમને ઘણા સમય સુધી કોઇ અજાણ વસ્તુઓનો અનુભવ  થાય છે. દુનિયામાં એવા ઘણા રેલ્વે સ્ટેશન છે જેને હોન્ટેડ રેલ્વે સ્ટેશન માનવામાં આવે છે. ચલો તો અમે તમને જણાવીએદુનિયાના 5 એવા જ હોન્ટેડ રેલ્વે સ્ટેશન માટે. 

1. બી શાન એમઆરટી સ્ટેશન, સિંગાપુર
સિંગાપુરનું આ સ્ટેશન સૌથી ફેમસ છે. આ સ્ટેશનને બી શાન ટેન્ગની કબર પર બનાવવામાં આવ્યું છે. આ સ્ટેશનનું ઉદઘાટન 1987માં કરવામાં આવ્યું હતું. 1990ની વાત છે, એક દિવસ ટ્રેનમાંથી ઉતરેલી એક મહિલાને એવો અહેસાસ થયો હતો કે કોઇએ તેને પકડી લીઘી. એક કર્મચારીને પણ પાટા પર પડછાયો જોવા મળ્યો હતો. 2. મેક્ચેરી ફીલ્ડસ ટ્રેન સ્ટેશન, ઓસ્ટ્રેલિયા
મેક્ચેરી ફીલ્ડસ રેલ્વે સ્ટેશન ઓસ્ટ્રેલિયામાં સિડનીના દક્ષિણ પશ્વિમ, ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલું છે. એવું કહેવામાં આવે છે કે અહીં મોડી રાતે એક જવાન છોકરીનું ભૂત ફરતું જોવા મળે છે. કેટલાક લોકોએ તો તેની બૂમોનો અવાજ પણ સાંભળ્યો છે. તે લોહીથી લથપથ રહે છે અને જોરજોરથી નાચે છે. 3. કોનોલી સ્ટેશન, આયરલેન્ડ
આ સ્ટેસનને આયરલેન્ડનો સૌથી મોટું સ્ટેસન માનવામાં આવે છે, જેને 1941માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઉડાવવામાં આવ્યું હતું. 2011માં ફરીથી આ સ્ટેશનને તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ આ સ્ટેશ પર એક સૈનિકનું ભૂત હંમેશા ચાલતું જોવા મળતું હતું. ત્યારબાદ આ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું હતું. 

4. એડીસકોમ્બી રેલ્વે સ્ટેશન, ઇંગલેન્ડ
આ રેલ્વે સ્ટેશન 2001માં પાડી દેવામાં આવ્યું હતું, કારણ કે 1990ની શરૂઆતમાં આ લાઇન પર એક ટ્રેન ડ્રાઇવરનું મોત થયું હતું. મર્યા પછી તેનું ભૂત થયા હોવાનો આછો પડછાયો જોવા મળતો હતો.5. બેગુનકોડોર ટ્રેન સ્ટેશન, ભારત 
બેગુનકોડોર કલકત્તાથી 161 કિલોમીટર દૂર એક ગામ છે. અહીંના સ્ટેશન પર રેલ્વે વર્કરે કોઇને જોયો અને બીજા દિવસે તેનું મૃત્યુ થઇ ગયું હતું. અહીંના રહેનારા લોકોનું કહેવું છે કે સફેદ સાડી પહેરેલી મહિલાઓ કેટલીક વખત પાટા પર તો કોઇક દિવસ પ્લેટોફોર્મ પહ દોડે છે. ઘણી વખત તેની નજીક જવાના પ્રયત્નો કર્યા છે પરંતું તે ગૂમ થઇ જાય છે. આવા સમાચારથી લોકો અહીં આવવાથી પણ ડરે છે. 


 Recent Story

Popular Story