બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભ્રષ્ટાચારીઓના પાપે હાટકેશ્વર બ્રિજ બન્યો માથાનો દુખાવો, બંધ કરાયે 3-3 વર્ષ થયા છતાંય નથી તોડાયો
Last Updated: 03:57 PM, 13 August 2024
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોખરાથી રિંગ રોડ અને નેશનલ હાઇવે પર જવા માટે કોર્પોરેશ દ્વારા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યુ હતું, પરંતુ બ્રિજની નબળી કામગીરીને લઇને તંત્ર દ્વારા બ્રિજનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. જેનો હવે લગભાગ ત્રણ વર્ષ જેટલો સમય પૂર્ણ થયો છે ત્યારે હવે હાટકેશ્વરનો બ્રિજ હવે લોકો માટે સુવિધા નહી પરંતુ સમસ્યા બની રહ્યો છે.
ADVERTISEMENT
મુંબઈની એજન્સી દ્વારા બ્રિજ તોડવાનું ટેન્ડર ભરવામાં આવ્યું છે
ADVERTISEMENT
છેલ્લા ત્રણ વર્ષથી વઘુ સમય થી બંઘ પડેલા બ્રિજનો તોડવા માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા ત્રણ વખત ટેન્ડર ઈશ્યું કરવામાં આવ્યા પરંતુ કોઇએ રસ ના દાખવ્યો જ્યારે હવે માહિતી એવી છે કે મુંબઇની એક એજન્સી દ્વારા બ્રિજ ને તોડવાનુ ટેન્ડર ભરવામાં આવ્યુ છે. પરંતુ હાલ તો સ્થાનિક રહીશોને માટે બ્રિજ માથાનો દુખાવો સાબિત થયો છે. કારણ કે બ્રિજ તો બની ગયો પરંતુ ટ્રાફિકની સમસ્યાઓનો જે ઉકેલ થવો જોઇતો હતો. તેમાં બમણો વઘારો થયો છે.કારણ કે બ્રિજ તો ત્રણ વર્ષથી બંધ જ છે સાથે ટ્રાફિકના લીધે વેપાર ઘંઘા પર પડી ભાંગ્યા છે.
બ્રિજનો ઉપયોગ બંધ કરાયો
છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા બ્રિજનો ઉપયોગ તો બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ત્રણ વખત બ્રિજ રીપેરીંગ અને તોડવા માટેનુ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યુ છે. પરંતુ તેમ છતા કોઇ નિકાલ આવતો નથી. ત્યારે હવે હાટકેશ્વર અને ખોખરા વિસ્તારના લોકોએ સોશિયલ મિડિયામાં મેસેજો ફરતા કર્યા છે. જો સલામતી માટે બ્રિજ નીચેથી પસાર થવુ નહી કારણ કે બ્રિજ ડાબી બાજુથી નમી ગયો છે ગમે ત્યારે પડી શકે તેમ છે.
રહીશો તેમજ વેપારીઓ પરેશાન
આમ હવે તો સ્થાનિક રહિશો અને વેપારીઓએ તોબા પોકારી ચુક્યા છે અને બ્રિજનુ ક્યારે નિવારણ આવે તેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે ત્યારે હવે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન ક્યારે કડક અને નક્કર કાર્યવાહી કરશે તે જોવુ રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.