Hathras scandal: Another BJP leader made a controversial statement, saying "why only in these fields .."
દુષ્કર્મ કેસ /
હાથરસ કાંડ: ભાજપના વધુ એક નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું " આ ખેતરોમાં જ શા માટે...?"
Team VTV10:26 PM, 06 Oct 20
| Updated: 10:32 PM, 06 Oct 20
બારાબંકી નગર પાલિકા પરિષદ નવાબગંજના ચેરમેન અને ભાજપના નેતા રંજીત શ્રીવાસ્તવે હાથરસ કેસના મામલે વિવાદિત નિવેદન આપ્યું હતું.
વધુ એક ભાજપ નેતાએ આપ્યું વિવાદિત બયાન
હાથરસ પીડિતા અને અન્ય યુવતીઓ ના કેરેક્ટર પર ઉઠાવ્યા સવાલ
"શા માટે બાજરી, શેરડી અને મકાઈનાં ખેતરોમાં જ મળે છે તેમની લાશ?": ભાજપ નેતા
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ભાજપ નેતા અને બારાબંકી નગર પાલિકા પરિષદ નવાબગંજના ચેરમેન રંજીત શ્રીવાસ્તવે હાથરસ કેસના મામલે ઘણું વિવાદિત નિવેદન આપ્યું હતું, અહી તેમણે પીડિતાના કેરેક્ટર પર જ સવાલ ઉઠાવી નાખ્યા હતા.
યુવતીઓના ચારિત્ર્ય પર ઉઠાવ્યા સવાલો
આરોપીઓ પર સવાલો ઉઠાવવાની જગ્યાએ તેમણે કહ્યું હતું કે આ બધી મૃત્યુ પામેલી છોકરીઓ બાજરા, શેરડી અને મકાઈનાં ખેતરોમાં જ શું કામ મલ્ટિ હોય છે? આ છોકરીઓ ધાન એટલે કે ચોખા અને ઘઉના ખેતરોમાં જ શું કામ જોવા મળતી હોય છે તેનું શું કારણ છે?
#HathrasGangrape को ख़ारिज करने के लिए बाराबंकी से #BJP नेता रंजीत श्रीवास्तव की थ्योरी :
मरी हुई लड़की गेहूं के खेत में क्यों नहीं मिलती है ? मरी हुई लड़की धान के खेत में क्यों नहीं मिलती है ?
ये सारी मरी हुई लड़कियाँ बाजरे, मक्के, गन्ने, अरहर के खेत में ही क्यों मिलती हैं ? pic.twitter.com/s6EEMqdc4L
આ મામલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ભાજપના આ નેતાજી કહેતા સંભળાઈ રહ્યા છે કે "છોકરી એ છોકરાને પ્રેમ પ્રસંગ હોવાના લીધે બાજરીના ખેતરમાં બોલાવ્યો હશે, હવે તે તેના કોઈ પરિવારના લોકો દ્વારા પકડાઈ ગઈ હશે કેમ કે ખેતરોમાં તો આવું જ થતું હોય છે .તમે જુઓ આ પ્રકારે જેટલી પણ છોકરીઓ મૃત્યુ પામતી હોય છે તે શેરડી, મકાઇ, બાજરી એવા ખેતરો માંજ મળતી હોય છે અથવા તો કોઈ નાળા અથવા જંગલમાં પડેલી મળતી હોય છે."
"શા માટે ઘઉ, ચોખાના ખેતરોમાં નથી મળતી?": ભાજપ નેતા
તેમણે વધુમાં કહ્યું હતું," તે છોકરીઓ શા માટે ચોખા અથવા ઘઉના ખેતરોમાં નથી મળતી. તેઓ આવા ખેતરોમાં મળતી નથી અને ના તો તેમને કોઈ ખેંચી ને લઈ જાય છે, તો પછી આખરે એવી જ જગ્યાઓ પર એવી ઘટનાઓ શા માટે બનતી હોય છે તે પણ એક તપાસનો વિષય છે, હું કઈં પણ ખોટું બોલી રહ્યો નથી."
જો કે મળેલી માહિતી મુજબ આ નેતાજી માત્ર અહીં જ અટક્યા નહોતા ને તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને અપીલ કરી હતી કે આરોપીનો સામે માત્ર હત્યાનો આરોપ જ નોંધાય, દુષ્કર્મ જેવી કોઈ પણ ઘટનાનો ઉલ્લેખ ન કરવામાં આવે.
નોંધનીય છે કે આ મુદ્દે બૈરીયાથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે પણ ખૂબ જ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા જેને સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા.