બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 09:06 AM, 6 October 2020
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ હાથરસ ગેંગરેપ કેસમાં પોલીસે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા( PFI)નાં 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ચારેયની ધરપકડ મથુરાથી કરી છે. કેરળના સિદ્દીકીની પોલીસે ધરપકડ કરી. તેમણે બનાવેલી વેબસાઈટ પર ઉશ્કેરણીજનક સામગ્રી પોસ્ટ કરવામાં આવી છે. જેનાથી હિંસા ભડકી શકે. તેમના પણ જાતિય હિંસા ભડકાવવાનો આરોપ છે.
ADVERTISEMENT
આ ઉપરાંત ઉત્તર પ્રદેશ પોલીસે UPના મસૂદ અહમદ, આલમ અને અતીકની પણ ધરપકડ કરી છે. તેમના પર હાથરસમાં જાતિય તણાવના ષડયંત્રનો આરોપ લગાવવામાં આવ્યો છે. દુષ્કર્મ કેસ બાદ તેઓેએ વેબસાઈટ બનાવી હતી. આ લોકો હાથરસ જઈ રહ્યા હતા. દિલ્હી પાસિંગની તેમની ગાડીનું જ્યારે ચેકિંગ કરવામાં આવ્યુ તો તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ અને શંકાસ્પદ સાહિત્ય મળ્યુ હતુ. તેમના પર આરોપ છે કે લોકોમાં હિંસા ભડકાવવા માટે તેમણે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.