રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે"ઉત્તર પ્રદેશ ના 'વર્ગ-વિશેષ' જંગલ રાજે એક બીજી યુવતીની હત્યા કરી નાખી. સરકારે કહ્યું કે આ તો ફેક ન્યુઝ છે અને પીડિતાને મારવા માટે છોડી દીધી. ના તો આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફેક હતી, કે ના તો પીડિતા ની મૃત્યુ અને ના તો સરકારનું દમન ફેક હતું." હાથરસ દુષ્કર્મ પીડિતા ને અન્યાય માટે રાહુલ ગાંધીએ યોગી સરકારને જવાબદાર ઠેરવી હતી. તેને ક્રૂર ગણાવી હતી.
યુપીની હાથરસ પીડિતા આજે જિંદગીની જંગમાં હારી ગઈ
દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં થઈ રહ્યો હતો ઈલાજ
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર ને વખોડી
ઉત્તર પ્રદેશના હાથરસ માં દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતા 15 દિવસ લાંબી લડત આજે જિંદગીની જંગમાં હારી ગઈ હતી. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ માં સારવાર દરમિયાન હાથરસ ની દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાએ દમ તોડી દીધો હતો. યુપી સરકારે પીડિતના પરિવાર માટે 10 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.
UP के ‘वर्ग-विशेष’ जंगलराज ने एक और युवती को मार डाला।
सरकार ने कहा कि ये फ़ेक न्यूज़ है और पीड़िता को मरने के लिए छोड़ दिया।
ना तो ये दुर्भाग्यपूर्ण घटना फ़ेक थी, ना ही पीड़िता की मौत और ना ही सरकार की बेरहमी। pic.twitter.com/0Ew5BoIVQK
હાથરસની પુત્રીના મોત અંગે કોંગ્રેસ આક્રમક બની છે. જ્યારે મહિલા કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હીમાં પ્રદર્શન યોજ્યું ત્યારે યુપી ના પ્રભારી મહામંત્રી પ્રિયંકા ગાંધી પીડિત પરિવાર સાથે વાત કરી હતી. કોંગ્રેસ નેતા અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને યુપીની યોગી સરકાર પર પ્રહાર કર્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે યુપીના વર્ગ-વિશેષ જંગલ રાજે બીજી યુવતીની હત્યા કરી હતી. તેમણે પોતાની ટવીટમાં વધુમાં કહ્યું કે સરકારે કહ્યું કે આ બનાવટી સમાચાર છે અને ભોગ બનનારને મોતને ઘાટ ઉતારી દીધો છે. રાહુલ ગાંધીએ આ માટે યુપી સરકારની ટીકા કરતા લખ્યું છે કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ખોટી નહોતી, ન તો પીડિતાનું મોત કે સરકારની ક્રૂરતા.
પ્રિયંકા ગાંધીએ પણ ઉત્તર પ્રદેશની સ્થિતિને વખોડી
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીએ કાયદો અને વ્યવસ્થા અંગે પણ ટ્વીટ કર્યું હતું. પ્રિયંકાએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે યુપીમાં કાયદો અને વ્યવસ્થા અત્યંત વણસી ચૂક્યા છે. તેમણે સીએમ યોગી ને મહિલાઓની સુરક્ષા માટે જવાબદાર ઠેરવતા ગુનેગારોને કડક સજા આપવાની માંગણી કરી હતી.
સોશ્યલ મીડિયા સિવાય લોકો પણ જમીન પર ગુસ્સો જોઇ રહ્યા છે. દિલ્હી અને હાથરસ ઉપરાંત લખનઉ, બનારસ જેવા શહેરોમાં પણ લોકો વિરોધ માટે બહાર નીકળ્યા છે. પીડિતાની મોત બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ હાથરસના ચાંદપા પોલીસ સ્ટેશન નજીક રસ્તો રોકી દીધો હતો. પોલીસ અને વહીવટી અધિકારીઓ તેમને સમજાવવા પહોંચી ગયા છે.
ભીમ આર્મી એ હોસ્પિટલ પર લગાવ્યા આરોપ
તે જ સમયે, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે સફદરજંગ હોસ્પિટલના ડોકટરો પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે સોમવારે રાત્રે તબીબોએ વેન્ટિલેટરનું પ્લગ કાઢી નાખ્યું હતું. ચંદ્રશેખર આઝાદ પીડિતાના પરિવારને મળવા માટે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ગયો હતો. તેમણે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
નિર્ભયાની માતા, વિરાટ કોહલી અને અક્ષય કુમારે પણ ઠાલવ્યો રોષ
દિલ્હીમાં આ અગાઉ થયેલા નિર્ભયા કેસમાં નિર્ભયા ની માતા એ આજે જણાવ્યું હતું કે "આ કેસના દોષીઓને ફાંસીની સજા થવી જોઈએ" અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે "આ કિસ્સો ક્રૂરતાની બધી જ સીમાઓ ને તોડી નાખનારો કિસ્સો છે, આશા છે કે દોષીઓને સજા મળશે"
Angry & Frustrated!Such brutality in #Hathras gangrape.When will this stop?Our laws & their enforcement must be so strict that the mere thought of punishment makes rapists shudder with fear!Hang the culprits.Raise ur voice to safeguard daughters & sisters-its the least we can do
આ સાથે જ બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે,"ક્રોધિત અને હતાશ! #હાથરસ ગેંગરેપમાં આવી નિર્દયતા.આ ક્યારે બંધ થશે? આપણા કાયદા અને તેના અમલ પણ એટલા કડક હોવા જ જોઈએ કે સજાના માત્ર વિચારથી બળાત્કારીઓ ભયથી કંપાય છે! ગુનેગારોને લટકાવી દો. દીકરીઓ અને બહેનોના રક્ષણ માટે તમારો અવાજ ઉઠાવો - આપણે કરી શકીશું"