ઉત્તરપ્રદેશના કુખ્યાત થઇ ગયેલા હાથરસમાં 9 અને 12 વર્ષના બે સગીરોએ 4 વર્ષની બાળા પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાતા હાહાકાર મચી ગયો છે.
4 વર્ષની બાળકીના કથિત દુષ્કર્મના આરોપમાં પોલીસે 9 અને 12 વર્ષના બે છોકરાઓની ધરપકડ કરી છે. આ બંને છોકરાઓ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે.
આ ઘટનાનો રિપોર્ટ એક ગામમાં પીડિતાના પિતા દ્વારા નોંધવામાં આવ્યો છે. આ રિપોર્ટના આધારે સ્થાનિક હાથરસ જંકશન પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે.
બંને આરોપી છોકરાઓ એક જ ગામના છે અને તેઓની ધરપકડ કરીને તેમની સામે કાયદાકીય કલમો લગાવવામાં આવી છે. અત્યારે પીડિતાને મેડિકલ તપાસ માટે મોક્લવવામાં આવી છે અને કેસ માટે આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ જિલ્લો સમગ્ર દેશની નજરમાં છે કારણ કે અહીં ગયા મહિને જ 19 વર્ષીય દલિત મહિલા ઉપર 4 પુરુષો દ્વારા કથિત સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ કેસમાં રાજ્ય સરકારની નિષ્કાળજી માટે ખૂબ ટીકા થઇ છે અને હાલ કેસ CBIના હાથમાં છે.