Sunday, July 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

હાથણી ડેમ છલકાયો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા સહેલાણીઓ ઉભરાયા

હાથણી ડેમ છલકાયો  પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા સહેલાણીઓ ઉભરાયા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં ધોધમાર વરસાદના કારણે હાથણી ધોધનો રમણીય નજારો જોવા મળ્યો હતો. હાલ ચોમાસાની સિઝન હોવાથી હાથણી ધોધ પર પર્યટકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પર્યટકો ધોધ પર મનમૂકીને રમણીય ધોધની મજા માની રહ્યા હતા. પર્યટકો જીવના જોખમમાં ધોધમાં ન્હાવા જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ડુંગરો પર ચડીને જોખમી સેલ્ફી લેતા જોવા નજરે પડયા હતા. હાથની ધોધની વાત કરીએ તો હાથની ધોધ પર ચોમાસાની ઋતુ દરમિયાન એક ઝરણું ઉપરવાસમાં વરસાદી પાણી એકત્રિત થઈને ધોધ મારફતે વહે છે. 

ધોધની આગળ પાછળ કુદરતી પહાડી છે. જેમાં લીલોતરી પથરાયેલી છે. ઉંચાણવાળા વિસ્તારમાંથી પસાર થઇને ધોધ નીચે પડે છે. આ ધોધ પર હજારો પ્રવાસીઓ પાણીથી નાહીને મજા માની રહ્યા છે. ધોધ પર પ્રાથમિક સુવિધા મુકવામાં આવે તેવી પર્યટકોની માગ હતી.

હાલ તો ચોમાસાના કારણે અનેક જગ્યાએ ધોધ શરૂ થઇ જતા હોય છે. પરંતુ સહેલાણીઓ જોખમ ખેડીને નાહવા જતા હોય છે જો તંત્ર સુરક્ષા વધારે અને જોખમ ખેડીને જતા લોકો ને અટકાવે તે અત્યંત જરૂરી છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ