બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Extra / તમારા કામનું / પાસપોર્ટ થઇ ગયો છે એક્સપાયર? તો રિન્યૂ કરાવતા પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો

કામની વાત / પાસપોર્ટ થઇ ગયો છે એક્સપાયર? તો રિન્યૂ કરાવતા પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો

Last Updated: 03:24 PM, 14 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાં યાત્રા કરવા માટે પાસપોર્ટની ફરજિયાત જરૂર પડે છે. પરંતુ આ ડોક્યુમેન્ટની એક વેલિડિટી પણ હોય છે. જેને અમુક સમયગાળા દરમિયાન રિન્યૂ કરાવી દેવું જરૂરી હોય છે.

પાસપોર્ટ વગર આપણે વિદેશ યાત્રા નથી કરી શકતા. આથી તેને સૌથી પાવરફુલ ડોક્યુમેન્ટ પણ માનવામાં આવે છે. તે વિદેશમાં તમારી ભારતીય નાગરિકની તરીકેનો ઓળખ પણ કરાવે છે. પરંતુ પાસપોર્ટની વેલિડિટી હોય છે અમુક સમયગાળા બાદ તે પણ એક્સપાયર થઈ જાય છે. આ આર્ટિકલમાં આપણે જાણીશું કે, પાસપોર્ટ કેટલા વર્ષ સુધી માન્ય રહે છે અને સાથે એ પણ જાણીશું કે, પાસપોર્ટની મુદત પૂરી થયા બાદ તેને કેટલા સમય સુધી રિન્યૂ કરાવી શકાય.

  • પાસપોર્ટની વેલિડિટી
    પાસપોર્ટની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર, ભારતમાં પુખ્ત વયના લોકો માટે ઇસ્યુ કરવામાં આવતા સામાન્ય પાસપોર્ટની માન્યતા 10 વર્ષની હોય છે. જ્યારે સગીરોને ઇસ્યૂ કરવામાં આવતા પાસપોર્ટની વેલિડિટી માત્ર 5 વર્ષની હોય છે. સગીરોની ઉંમર 18 વર્ષની થઈ જાય ત્યાર બાદ પણ પાસપોર્ટની વેલિડિટી સમાપ્ત થઈ જાય છે. આથી સગીરોના પાસપોર્ટની વેલિડિટી 5 વર્ષમાં પૂરી થાય તે પહેલાં તેઓ 18 વર્ષના થયા તો નથી ને તે વાતનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે.
PROMOTIONAL 1
  • રિન્યૂ કરાવતી વખતે આ વાતનું રાખો ધ્યાન

જો તમે પાસપોર્ટ રિન્યૂ કરાવવા જઈ રહ્યા હોવ તો તો તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પાસપોર્ટને તેની એક્સપાયરીના 1 વર્ષ પહેલાં અને એક્સપાયર થયાના 3 વર્ષ બાદ સુધી રિન્યૂ કરી શકાય છે. પાસપોર્ટને રિન્યૂ કરવાની પ્રક્રિયા તેની સમયસિમા એક્સપાયર થાય તેના 9 મહિના પહેલા શરૂ કરી દેવી જોઈએ. પાસપોર્ટની વેલિડિટી ચેક કરવા તમે નેશનલ કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-258-1800 પર કૉલ પણ કરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Paasport Validity Passport Foreign Tour
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ