લગભગ 8 કરોડ ખેડૂતોએ 12માં હપ્તાનો લાભ લીધો, હજી પણ હજારો પાત્ર ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાની રકમ હજુ સુધી પહોંચી નથી
કિસાન સન્માન નિધિ યોજનાના 12માં હપ્તાને લઈ મોટા સમાચાર
જો તમને પણ નાથી મળ્યો કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો ?
કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો નથી મળ્યો તો શું કરશો ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાના 12મા હપ્તા માટે 16 હજાર કરોડ રૂપિયાની રકમ 17 ઓક્ટોબરે જાહેર કરી હતી. વિગતો મુજબ લગભગ 8 કરોડ ખેડૂતોએ 12મા હપ્તાનો લાભ લીધો છે. જોકે આ પછી પણ હજારો પાત્ર ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાની રકમ હજુ સુધી પહોંચી નથી.
જોકે આ મામલે નિષ્ણાતો કહે છે કે, આ ખેડૂતોએ પીએમ કિસાન માટે નોંધણી કરતી વખતે ખોટું બેંક એકાઉન્ટ, આધાર નંબર અથવા અન્ય માહિતી ભરેલી હોવી જોઈએ. જેના કારણે 12મા હપ્તાની રકમ પણ હજુ આવી નથી.
જો તમને પણ 12મો હપ્તો નથી મળ્યો તો શું કરશો ?
જો પાત્રતા ધરાવતા ખેડૂતો કે જેમને હજુ સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો મળ્યો નથી તો તેઓ સત્તાવાર ઈમેલ આઈડી [email protected] પર જઈને સંપર્ક કરી શકે છે. આ સિવાય તેઓ પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 પર ફોન કરીને પણ માહિતી મેળવી શકે છે. આ સાથે ખેડૂતોની સુવિધા માટે ટોલ ફ્રી નંબર 011-23381092 પણ જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ખેડૂતોએ તપાસ કરવી જોઈએ કે, તેમના દ્વારા અગાઉ આપવામાં આવેલી માહિતી સાચી હતી કે નહીં. આ સાથે પાત્રતા ધરાવતા ખેડૂતે પોતાનો બેંક એકાઉન્ટ નંબર અને આધાર નંબર પણ તપાસવો જોઈએ. આ માટે તમારે નીચે આપેલ પ્રક્રિયાને અનુસરવી પડશે.
સૌ પ્રથમ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ (https://pmkisan.gov.in) ની મુલાકાત લો. પછી હોમ પેજની જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર છે. આમાં ઘણા બધા વિકલ્પો આપવામાં આવ્યા છે. જમણી બાજુએ લાભાર્થી સ્ટેટસનો વિકલ્પ છે. તમે તેના પર ક્લિક કરો. ક્લિક કરતાની સાથે જ બે વિકલ્પો ખુલશે. એકમાં આધાર નંબર અને બીજામાં બેંક એકાઉન્ટ નંબર લખવામાં આવશે. તમે જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તેના પર ક્લિક કરો અને તમે પસંદ કરેલ આધાર અને બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો. ગેટ રિપોર્ટ પર ક્લિક કરતાની સાથે જ સંપૂર્ણ વિગતો તમારી સામે આવી જશે. પૈસા ન મળવાનું કારણ પણ જાણવા મળશે.