સવાલ /
કોરોના રસી પર ઉઠ્યા સવાલ : થોડાં દિવસો પેહલા રસીનો ટ્રાયલ ડોઝ લેનાર આ મંત્રીને થયો કોરોના
Team VTV12:35 PM, 05 Dec 20
| Updated: 12:58 PM, 05 Dec 20
હરિયાણાના ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રી અનિલ વિજ કોરોનાવાયરસથી સંક્રમિત જોવા મળ્યાં છે. તેઓએ પોતે ટ્વિટ કરી પોતાના સંક્રમિત હોવાની જાણકારી આપી છે.
અનિલ વિજે સલાહ આપી છે કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય તેઓ બધા પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેજો. આશ્ચર્યની વાત તો એ છે કે હરિયાણાના ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રી અનિલ વિજે કોવેક્સીન પરીક્ષણમાં વોલંટિયર તરીકે પોતાના પર રસીની ટ્રાયલ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે અનીલ વીજ એ વૉલંટિયરમાં સામેલ હતા જેમણે ભારત બાયોટેકની વેક્સીનના ત્રીજા ટ્રાયલ રાઉન્ડમાં ડોઝ લીધો હતો. ત્રીજા રાઉન્ડ માટે અનીલ વીજે જાતે પોતાનું નામ આપ્યું હતું.
Haryana minister Anil Vij announces he has tested positive for COVID-19.
On November 20, he was administered a dose of Covaxin at a hospital in Ambala, as part of its third phase trial. pic.twitter.com/34HVOIRoFK
કો-વેક્સીનના ડોઝ બાદ હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વીજના સંક્રમિત થવા મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની કો-વેક્સીનના ડોઝ મુદ્દે સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવામાં આવ્યું છે કે શરીરમાં એન્ટિબોડી બનતા સમય લાગે છે.
2 ડોઝ આપ્યા બાદ નિયત સમયે એન્ટિબોડી બને છે. મંત્રી અનિલ વીજે માત્ર કો-વેક્સીનનો એક જ ડોઝ લીધો છે. આરોગ્ય મંત્રી અનિલ વીજે 18 ડિસેમ્બરના રોજ બીજો ડોઝ લેવાના હતા. ઉલ્લેખનીય છે કે રસીના ડોઝ બાદ મંત્રી કોરોના સંક્રમિત થતા સવાલ ઉઠયા હતા.
ખરેખર વેક્સીન માટે 25 કેન્દ્રમાંથી 26 હજાર વૉલન્ટિયર્સ પર ટ્રાયલ થવાનું છે. ઇંડિયન કેન્સલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે ICMRની ભાગીદારીની સાથે આ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. જે વોલિન્ટિયર્સને વેક્સીનનો ડોઝ દેવામાં આવ્યો છે તે બધાને આવતા વર્ષ સુધી દેખરેખમાં રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. આ વેક્સીનની પહેલી ડોઝ લેવાના 28 દિવસ બાદી બીજો ડોઝ આપવાનો હતો.
ગત 20 નવેમ્બરના રોજ કોરોના વેક્સીનના ત્રીજા તબક્કાની પહેલી રસી ગૃહ મંત્રી અનિલ વીજને લગાવામાં આવી હતી. તેઓને અંબાલાના કેંટના નાગરિક હોસ્પિટલમાં આ રસી લગાવામાં આવી હતી.
પીજીઆઇ રોહતકની ટીમની દેખરેખમાં જ મંત્રી વિજે વેક્સીનની રસી લગાવામાં આવી હતી. ત્યાર બાદ અડધા કલાક બાદ તેમને દેખરેખમાં રાખવામાં આવ્યાં હતા. આ પહેલા રોહતક પીજીઆઇની ટીમે આરોગ્ય મંત્રી અનિલ વીજના લોહીનો નમૂનો લખ્યો હતો.