બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:37 PM, 6 December 2024
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક ખાસ ચુકાદામાં એવું કહ્યું કે યૌન ઉત્પીડનમાં વીર્યની અનુપસ્થિતિ પીડિતાની જુબાનીને નબળી પાડી શક્તિ નથી. જસ્ટિસ સુરેશ્વર ઠાકુર અને જસ્ટિસ સુદીપ્તિ શર્માની ડિવિઝન બેંચે કહ્યું કે જ્યારે સગીર પીડિતા પર જાતીય હુમલાનો કેસ બહાર આવે છે, ત્યારે ફરિયાદીના યોનિમાર્ગના સ્વેબ પર વીર્ય શોધવાનું જરૂરી નથી. હાઈકોર્ટના ચુકાદાથી સ્પસ્ટ થયું છે કે યૌન ઉત્પીડન કેસમાં વીર્ય ન મળે તો પણ આરોપી સામે કેસ ચાલી શકે.
ADVERTISEMENT
વીર્ય ન મળે તો આરોપી સામેનો કેસ મજબૂત બની શકે
વીર્ય ન મળે તો પણ આરોપી સામેનો કેસ મજબૂત બની શકે છે અને ફરિયાદ પક્ષની જુબાની નબળી પડતી નથી. પરિણામે સગીર પીડિતાના યોનિમાર્ગના સ્વેબ પર કોઈપણ દોષિત વીર્યની ગેરહાજરી પણ પુરાવાને બગાડે છે. ફરિયાદ પક્ષની જુબાનીની અસરકારકતા સમાપ્ત થતી નથી. અદાલત ભારતીય દંડ સંહિતાની કલમ 376AB અને POCSO ની કલમ 6 હેઠળ આરોપીની દોષિત ઠરાવવાની અપીલની સુનાવણી કરી રહી હતી, જેને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.
ADVERTISEMENT
શું હતો કેસ
8 વર્ષની બાળકીને આરોપી દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતી હતી તે દિવસે જ્યારે તે મિત્રો સાથે બહાર રમી રહી હતી ત્યારે આરોપી તેને ઉપાડી ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ તેની માતાને આખી વાત કહી અને એફઆઈઆર નોંધવામાં આવી હતી. પીડિતા અને આરોપી બંનેની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આરોપીની તપાસ બાદ તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે આરોપીએ એવી દલીલ કરી હતી કે યૌન શૌષણ કેસમાં તેનું કોઈ વીર્ય મળ્યું નથી એટલે પીડિતાની જુબાની નબળી પડી શકે જોકે હાઈકોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી અને કહ્યું કે વીર્યની અનુપસ્થિતિથી પીડિતાની જુબાની નબળી પડતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.