haryana cm manohar lal khattar controversial statement farmers protest
બેફામ બોલ! /
VIDEO: 'ઉઠાવી લો લઠ! ઉગ્ર ખેડૂતોને તમે પણ જવાબ આપો, 2-3 મહિના જેલમાં રહી આવશો તો...': CM ખટ્ટરનું વિવાદિત નિવેદન
Team VTV09:13 PM, 03 Oct 21
| Updated: 09:16 PM, 03 Oct 21
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ફરી એક વખત ખેડૂતો પર આપેલા નિવેદનને લઇને ચર્ચામાં છે. ચંદીગઢમાં ખેડૂત મોર્ચાના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ખટ્ટરે વિવાદિત નિવેદન આપ્યું છે.
મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું વિવાદિત નિવેદન
કહ્યું- તમામ વિસ્તારથી 1 હજાર લઠ્ઠ વાળા કરશે ખેડૂતોને ઇલાજ
મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, તમામ વિસ્તારમાંથી 1 હજાર લઠ્ઠ વાળા ખેડૂતોનો ઇલાજ કરશે. ઉઠાવી લો લઠ! ઉગ્ર ખેડૂતોને તમે પણ જવાબ આપો! જોઇ લો. 2-3 મહિના જેલમાં રહી આવશો તો મોટા નેતા બની જશો! આ સિવાય સીએમ ખટ્ટરે કહ્યું કે, જામીનની ચિંતા ના કરો.
ખટ્ટરના નિવેદન પર સંયુક્ત કિસાન મોર્ચાએ પલટવાર કર્યો છે. એસકેએમ તરફથી પ્રેસનોટ જાહેર કરી કહ્યું કે, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે નિર્લજતાથી કાર્યકર્તાઓને લાઠીઓ ઉઠાવવા અને ખેડૂતો પર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. એસકેએમ ભાજપ મુખ્યમંત્રીના હિંસક ઇરાદાની ભારે નિંદા કરે છે અને માંગ કરે છે કે તેઓ તાત્કાલિક માફી માંગે, અને પોતાના બંધારણિય પદથી રાજીનામું આપે.
मुख्यमंत्री @mlkhattar जी शांतिपूर्ण तरीके से आंदोलन कर रहे किसानों के खिलाफ कुछ लोगों को सरेआम भड़का रहे हैं और हिंसा करने की बात कर रहे हैं।
હરિયાણા કોંગ્રેસની નેતા કુમારી શૈલજાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, મુખ્યમંત્રીજી શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા ખેડૂતો વિરૂદ્ધ કેટલાક લોકોને જાહેરમાં ભડકાવી રહ્યા છે અને હિંસા કરવાની વાત કરી રહ્યા છે. આ અત્યંત નિંદનીય અને શરમજનક છે. જો આ વીડિયો અનએડિટેડ છે તો શું આ ભાજપની અસલી ચાલ, ચરિત્ર અને ચહેરો છે?