બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:45 PM, 7 September 2024
Haryana Assembly Elections : હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ હવે દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, આમ આદમી પાર્ટી (AAP) હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તમામ 90 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. પાર્ટી એક-બે દિવસમાં પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી શકે છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું છે કે, AAP હરિયાણાની તમામ 90 સીટો પર રાજકીય લડાઈમાં ઉતરવા માટે તૈયાર છે.
ADVERTISEMENT
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના ગઠબંધનના સવાલ પર પ્રિયંકા કક્કરેએ કહ્યું, વાતચીત ચાલી રહી છે. અત્યારે કંઈપણ કહેવું બહુ વહેલું છે. હરિયાણામાં આમ આદમી પાર્ટી સતત કામ કરી રહી છે. આજે સુનીતા કેજરીવાલની જાહેર સભાઓ પણ છે. અમારી પાર્ટી જમીન પર મજબૂત છે. અમે તમામ 90 બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર છીએ. 1/2 દિવસમાં ઉમેદવારની જાહેરાત પણ કરશે. અમે આશા રાખીએ છીએ કે, કેટલાક નિષ્કર્ષ પર પહોંચવામાં આવશે.
#WATCH | On alliance between AAP and Congress in Haryana, AAP's National Spokesperson Priyanka Kakkar says, "Talks are going on. It is too early to say anything right now. Aam Aadmi Party is continuously working in Haryana. We are fully prepared to contest elections on all 90… pic.twitter.com/eTaVUC2qO0
— ANI (@ANI) September 7, 2024
ADVERTISEMENT
તો શું AAPને નથી મંજૂર કોંગ્રેસની વર્તમાન ફોર્મ્યુલા ?
એક દિવસ પહેલા 6 ઓગસ્ટના રોજ તે પ્રકાશમાં આવ્યું હતું કે, હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની સંખ્યા અને મતવિસ્તારોની પસંદગીને લઈને ગઠબંધનની વાટાઘાટોમાં એક મોટી અડચણ આવી હતી. AAP સૂત્રોએ કહ્યું હતું કે, પાર્ટી કોંગ્રેસની ફોર્મ્યુલાને સ્વીકારતી નથી. તમને જણાવી દઈએ કે હરિયાણામાં નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર છે. આમ આદમી પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે, જો કોંગ્રેસ વર્તમાન ફોર્મ્યુલાને વળગી રહેશે તો ગઠબંધન નહીં થાય.
AAP-કોંગ્રેસે ગઠબંધન કરીને લડી હતી લોકસભા ચૂંટણી
કોંગ્રેસે પણ તાજેતરની લોકસભા ચૂંટણી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને લડી હતી. કોંગ્રેસે રાજ્યની નવ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને કુરુક્ષેત્ર બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ હતી. હરિયાણામાં કુલ 90 વિધાનસભા બેઠકો છે અને એક લોકસભા મતવિસ્તારમાં સરેરાશ નવ વિધાનસભા બેઠકો છે.
કોંગ્રેસે જાહેર કરી 32 ઉમેદવારોની પ્રથમ યાદી
કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ કુસ્તીબાજ વિનેશ ફોગાટને જુલાનાથી મેદાનમાં ઉતાર્યા છે. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ગઢી સાંપલા-કિલોઈથી, રાવ દાન સિંહને મહેન્દ્રગઢથી, આફતાબ અહેમદને નૂહથી, ઉદય ભાનને હોડલથી અને બદલીના વર્તમાન ધારાસભ્ય કુલદીપ વત્સને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ યાદી (31 ઉમેદવારોના નામ) જાહેર થયા બાદ વધુ એક ઉમેદવારનું નામ બહાર પાડવામાં આવ્યું હતું. કોંગ્રેસે ઈસરાના (SC) સીટ પરથી બલબીર સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. એટલે કે અત્યાર સુધીમાં 32 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સતીકાંડનું ખૌફનાક સત્ય / પ્રદશિણા કરીને ચિતા પર બેસી, પડતાં પતિનો પગ પકડીને બેઠી, જાણો રુપ કંવર કેવી રીતે સતી થઈ?
કેન્દ્રનો નિર્ણય / ગરીબોને 5 વર્ષ સુધી મળતું રહેશે મફત અનાજ, મોદી સરકારે લંબાવી મોટી યોજના
રાજસ્થાન સતીપ્રથા / ચકચારી રુપ કંવર સતી કાંડમાં 37 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો, તમામ આરોપીઓ નિર્દોષ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.